પોરબંદર જિલ્લામાં ફોદાળા ડેમ 100% ને ખંભળા ડેમ 90% ભરાયા : લોકો ને કરાયા સાવચેત

પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકા માં વરસાદના કારણે આવેલ ફોદાળા ડેમ 100% ભરાઈ ગયો છે આ ઉપરાંત ખંભાળા ડેમ ૯૦ ટકા ભરાયો છે
આથી ફોદાળા ડેમની નજીકના ગામો બિલેશ્વર હનુમાનગઢ ગનડીયાવાળાનેસ સાજણવાળાનેસ અને કાઠીયા નેસ ,જારેરાનેસ,આશિયાપાટ ,
રાણા ખીરસરા,રાણાવારોત્રા,રાણાકંડોળા, ખીજદળ, ઠોયાણા ,જામ્બુ ગામ ના લોકો ને નદી ની આસપાસ ના વિસ્તારમાં ન જવા તથા તકેદારી રાખવા તંત્ર દ્વારા જણાવાયું છે
તથા રાણાવાવ તાલુકાના ખંભાળા ગામ પાસે તોરણીયા નદી પર આવેલ ખંભાળા ડેમ 90% ભરાઈ ગયો છે આથી આસપાસના નદીકાંઠાના ગામો ખંભાળા રામગઢ પીપળીયા દોલતગઢ ,અણીયારી,ભોદ વડવાળા, ઝારેરા નેસ,બીલેશ્વર ,આશિયાપાટ હનુમાનગઢ,પારાપટનેસ,સાજણ વાળાનેસ ,અને લાધાઘાટ નેસ ના લોકો ને સાવચેત રહેવા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના નાયબ કાર્યપાલક ઇજનેરે સૂચના આપી છે.

Please follow and like us:
CATEGORIES Porbandar
