Watch “સરડિયા નજીક માણાવદર તાલુકાની 108 ટિમ પાણીના પ્રવાહ મા ફસાતા કુતિયાણા પોલીસે કર્યું રેસ્ક્યુ” on YouTube
પોરબંદર પોલીસ અને રેવન્યુ ડીપાર્ટમેન્ટન સંયુક્ત સફળ રેસ્ક્યુ ઓપરેશન મ્હે. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા સાહેબનાઓ તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા હાલ પોરબંદર જીલ્લા ખાતે ભારેથી અતિભારે વરસાદ પડતો હોય કોઇ જાન માલની નુકશાની ન થાય તે બાબતે સર્તકતા અને સાવચેતી દાખવવા આપેલ સુચના મુજબ પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ સાહેબ તથા કુતીયાણા પ્રાંત અધિકારી પી.ડી.વાંદા તથા કુતીયાણા મામલતદાર વાય.કે.વાઘેલા તથા કુતીયાણા પો.સ.ઈ એ.બી.દેસાઇનાઓને માણાવદર તાલુકાની ૧૦૮ એમ્બ્યુલન્સ કુતીયાણાથી માણાવદર તરફ પરત જઈ રહી હતી ત્યારે પોરબંદર જુનાગઢ જતા રોડ પરના સરાડીયા ખાતે ૧૦૮ એમ્બ્યુલન્સ વાહન તેના ડ્રાઇવર અને મેડીકલ સ્ટાફ સાથે તથા એક બાઈક ચાલક પણ પાણીના પ્રવાહની વચ્ચે ફસાઈ ગયેલ હોય જે અંગેની માહિતી મળતા ઉપરોક્ત અધિકારીઓ તેમના સ્ટાફ સાથે તુરત જ પરીસ્થીતીનો તાગ મેળવવા ચૌટા વાક ખાતે પહોંચી ગયેલ અને ઉપરોકત પાણીમાં ફસાયેલ માણસો સાથે ટેલીફોનીક વાત કરી તેમને ધીરજ રાખવા અને ગભરાયા વગર પોતાને સુરક્ષીત રહેવા જાણ કરેલ અને તેમની પાસેથી તેમનુ લોકેશન મેળવી તેમના બચાવ માટે જુનાગઢ જીલ્લાના કેશોદના નાયબ પોલીસ અધિક્ષક ઠક્કર તથા માણાવદર મામલતદાર તેમજ બાટવા પો.સ.ઈ સાથે તાત્કાલીક સંપર્ક કરી ઉપરોક્ત ફસાયેલ માણસોને પાણીના પ્રવાહમાંથી સુરક્ષીત બહાર કાઢવા સંકલન કરવામાં આવેલ સાથે સાથે જુનાગઢ એન.ડી.આર.એફ ની ટીમને પણ આ બાબતે જાણ કરી આ રેસ્ક્યુ ઓપરેશનમાં મદદ કરવા સંપર્ક કરેલ પરંતુ જુનાગઢના સરાડીયા વિસ્તારમાં પાણીનો વધુ પ્રવાહ અને જથ્થો હોય જેથી ત્યાથી રેસ્ક્યુ કરવુ શક્ય ન હોય જેથી પોરબંદર જીલ્લાના ઉપરોક્ત અધિકારીઓએ સ્થાનીક લોકો સાથે રહી પાણીના પ્રવાહ અને જથ્થા વિશે તાગ મેળવી સમય સુચકતા દાખવી સ્થાનીક સ્વયંમ સેવકો અને તરવૈયા સાથે તેમજ રસ્સા,ટોર્ચલાઈટ,લાઇફ જેકેટ, સાથે સુસજ્જ થઇ જે.સી.બી વાહન લઈ ઉપરોક્ત રેસ્કયુ ઓપરેશન સફળ રીતે પાર પાડી ૧૦૮ એમ્બ્યુલન્સ ના સ્ટાફના બે માણસો અને એક બાઈક ચાલક ને સુરક્ષીત જગ્યાએ લઈ આવેલ. આમ પોરબંદર જીલ્લા પોલીસ અને રેવન્યુ ડીપાર્ટમેન્ટએ મનુષ્યની જાનહાની અટકાવી એક સંયુક્ત સફળ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડેલ.

- પાણીના પ્રવાહમાંથી બચાવ કરાયેલ વ્યક્તિઓ:-
(૧) જસ્મીનભાઈ બાલાસરા રહે-માણાવદર તા:માણાવદર -૧૦૮ એમ્બ્યુલન્સના પાયલોટ (ર) અક્ષયભાઇ ચુડાસમા રહે-પોરબંદર તા:પોરબંદર- ૧૦૮ એમ્બ્યુલન્સના મેડીકલ સ્ટાફ(૩) રવી પરષોતમભાઈ સોંદરવા રહે-મરમઠ ગામ તાઃમાણાવદરઃ- બાઈક ચાલક

