કિદરખેડા ગામનાં મોઢવાડિયા પુતિબેનએ મનરેગા યોજનાનો અંતગર્ત રૂ.૮૨૫૦૦ની સહાય મળી

યોજનાની સહાયથી પુતિબેનએ ખેતરમાં ૧૫૦ જેટલા નાળીયેરીના રોપાના વાવેતર કરાયું
પોરબંદર, તા.૧૦:જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે બી ઠક્કરનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત હસ્તકની
વિવિધ યોજનાનાં લાભો જરૂરિયાતમંદ નાગરિકોને સુધી પહોંચે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં જે અંતગર્ત જિલ્લા પંચાયત વિભાગની મનરેગા યોજના હેઠળ મોઢવાડિયા પુતિબેન રણમલભાઈને રૂ.૮૨૫૦૦ની સહાય લાભ આપવામાં આવ્યો હતો.
કિદરખેડા ગામના લાભાર્થી મોઢવાડિયા પુતિબેન રણમલભાઈને રૂ.૮૨૫૦૦ની સહાયનો લાભ તેમના ખેતરમાં બાગાયતી રોપાના વાવેતરમાં અંતગર્ત ખેતરમાં ૧૫૦ જેટલા નાળીયેરીના રોપાના વાવેતર કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે. કે, રાજ્ય સરકાર દ્વારા છેવાડા નાગરિકો સુધી યોજનાકીય લાભો પહોંચાડીને લોકોના જીવનમાં બદલાવ આવે અને આત્મનિર્ભર બને તે દિશામાં કાર્ય કરવામાં આવી રહ્યું છે.
Please follow and like us:
CATEGORIES Porbandar
