રાણાવાવમાં અકસ્માત સર્જી મારમારવાના કેસમાં 6 વર્ષની સજા દસ હજારનો દંડ
રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમ અકસ્માત સર્જી માર મારવાના કેશમાં રાણાવાવ કોર્ટે ૪ આરોપીઓને અલગ અલગ ફોજદારી કલમો હેઠળ કુલ ૬ વર્ષની સજા અને ૧૦-૧૦ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવેલ છે
આદિતયાના ગામ નજીક બાઇક પર જતા હિતેશ ઉર્ફ હનુમાન ડાકી ને બાઇક ની પાછળ થી ઠોકર પછાડી દઈ આરોપીઓએ ધોકા અને પાઇપ વડે માર મારી ગંભીર રીતે ઘાયલ થયેલ તે બાબતની રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ જે કેસ
રાણાવાવ કોર્ટે માં કેસ ચાલી જતા આજે રાણાવાવ કોર્ટે બપોરે કુખ્યાત કોટડા ગેંગ ના સૂત્રધાર લાખા રામા ઓડેદરા , રાજસી માલદે ઓડેદરા ,કુમન મનસુખ ફટાણિયા અને માલદે કરના ઓડેદરા ને ફટકારી સજા હતી ફરિયાદ પક્ષે પી પી તરીકે જે એલ ઓડેદરા ની ધારદાર દલીલો અને પુરાવા ધ્યાને રાખી કોર્ટે સજા ફરમાવતો હુકમ કરેલ હતો
રાણાવાવ કોર્ટે તમામ આરોપી સામે નોંધાયેલી ક્રિમિનલ પ્રોસિજર ની જુદીજુદી કલમો હેઠળ કુલ ૬ વર્ષની સજા અને ૧૦ હજાર દંડ અલગ અલગ આરોપીઓ ફટકારેલ
