પોરબંદર-દાદર “સૌરાષ્ટ્ર એક્સપ્રેસ” ટ્રેનમાં 02 વધારાના કોચ જોડવામાં આવશે
યાત્રિયોની સુવિધા માટે પોરબંદર-દાદર “સૌરાષ્ટ્ર એક્સપ્રેસ” ટ્રેનમાં 02 વધારાના કોચ જોડવામાં આવશે
પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોમાં ધસારાને ધ્યાનમાં રાખીને, મુસાફરોની સુવિધા માટે, પોરબંદર-દાદર “સૌરાષ્ટ્ર એક્સપ્રેસ” ટ્રેન (19016/19015)માં એક થર્ડ એસી અને એક સેકન્ડ સ્લીપર ક્લાસનો વધારાનો કોચ હંગામી ધોરણે જોડવામાં આવશે, જેની વિગતો નીચે મુજબ છે-
ટ્રેન નંબર 19016/19015 પોરબંદર-દાદર “સૌરાષ્ટ્ર એક્સપ્રેસ” મા પોરબંદર સ્ટેશનથી 01.08.2023 થી 31.08.2023 સુધી અને દાદર સ્ટેશનથી 03.08.2023 થી 02.09.2023 સુધી એક થર્ડ એસી અને એક સેકન્ડ સ્લીપર ક્લાસ કોચ હંગામી ધોરણે જોડવામાં આવશે.તેમ માશૂક અહમદ
(વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ) એ એક યાદી માં જણાવ્યું છે
Please follow and like us: