પોરબંદરમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગી અગ્રણી હીરાલાલભાઈ શિયાળની શોકસભા યોજાઇ
હિરાલાલભાઈ શિયાળના નિધનથી માત્ર ખારવાસમાજ કે કોંગ્રેસે નહીં, પોરબંદર શહેરે પણ મજબૂત નેતા ગુમાવ્યા
પોરબંદરમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગી અગ્રણીની શોકસભા યોજાઇઃ મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો રહ્યા ઉપસ્થિતઃ અર્જુનભાઇ મોઢવાડીયા સહિત અનેક આગેવાનોએ ઇકુભાઇ સાથેના સંસ્મરણો વાગોળ્યા
હિરાલાલભાઇ શિયાળના નિધનથી માત્ર ખારવાસમાજ કે કોંગ્રેસે નહીં, પોરબંદર શહેરે પણ મજબૂત નેતા ગુમાવ્યા છે તે પ્રકારના શબ્દો સાથે પોરબંદરમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગી આગેવાનની શોકાંજલિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ખારવા સમાજના અગ્રણી એવા હીરાલાલભાઈ ગગનભાઈ શિયાળનું નિધન થતા કોંગ્રેસને મોટી ખોટ પડી છે તેમ જણાવીને પોરબંદર કોંગ્રેસના આગેવાનાએ તેમને શબ્દાંજલિ સાથે શ્રધ્ધાંજલિ સુદામાચોક પાસે આવેલા કોંગ્રેસ કાર્યાલય સ્થળે પાઠવી હતી. આ શ્રધ્ધાંજલિસભામાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા, ખીમભાઇ ભુતીયા, પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઇ મોઢવાડીયા, ફારૂકભાઇ સૂર્યા, ભરતભાઇ શીંગરખીયા સહિતના આગેવાનોએ તેમના શબ્દો દ્વારા હિરાલાલભાઇ શિયાળને શ્રધ્ધાંજલિ પાઠવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે પોરબંદર નગરપાલિકાના પ્રમુખ તરીકે વર્ષો સુધી તેમણે સુંદર શાસન આપ્યું હતું એટલું જ નહીં પરંતુ હાલમાં તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ડેલિગેટ તથા કોંગ્રેસના પાયાના પથ્થર તરીકે સેવા આપી રહ્યા હતા કોંગ્રેસના સિનિયર આગેવાન એવા હીરાલાલભાઈ શિયાળે પોરબંદર શહેરના વિકાસમાં ખૂબ મહત્વનું યોગદાન આપ્યું હતું તેમના નગરપાલિકાના કાર્યકાળ દરમિયાન શહેરમાં અનેકવિધ વિકાસ કામો હાથ ધરાયા હતા પોરબંદર માં પણ તેમનું રાજકીય રીતે યોગદાન મહત્વનું રહ્યું છે શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે તેઓ ખૂબ સારી સેવા આપી ચૂક્યા છે એટલું જ છે નહીં પરંતુ કોંગ્રેસને પક્ષને મજબૂત કરવા અને વધુને વધુ યુવાનોને કોંગ્રેસની વિચારધારા તરફ વાળવા માટે તેઓએ ભરપૂર પ્રયત્નો કર્યા હતા. વર્તમાન ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાને જીત અપાવવા માટે અગાઉ અને છેલ્લી ચૂંટણીમાં પણ તેમણે ભરપૂર પ્રયત્નો કર્યા હતા અને મીટીંગો દ્વારા લોકોને સાચી માહિતીથી વાકેફ કર્યા હતા. આમ રાજકીય રીતે પણ હીરાલાલભાઈ શિયાળનું યોગદાન ખૂબ મહત્વનું રહ્યું છે . તેમના નિધનથી માત્ર ખારવાસમાજ કે કોંગ્રેસે નહીં, પોરબંદર શહેરે પણ મજબૂત નેતા ગુમાવ્યા છે. નાદુરસ્ત તબિયત હોવા છતાં ચૂંટણી સમયે બાઇક ઉપર બેસીને પણ કોંગ્રેસને જીત અપાવવા માટે ખૂબ મહત્વની ફરજ બજાવી હતી. અનેક મુશ્કેલીઓનો સામનો કરીને સામી છાતીએ લડયા હતા.
આ શ્રધ્ધાંજલિ સભામાં શિયાળ પરિવાર વતી શહેર કોંગ્રેસના ઇન્ચાર્જ પ્રમુખ વીરેન્દ્રભાઇ શિયાળે ઋણ સ્વીકાર કર્યો હતો. હિરાલાલભાઇ શિયાળ પરિવારના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ શોકાંજલિ સભામાં જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ કોંગ્રેસના સિનિયર આગેવાન સામતભાઇ ઓડેદરા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઇ ઓડેદરા, શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ હેરી કોટીયા, જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ ધર્મેશ પરમાર, ઇન્ચાર્જ સીટી પ્રેસીડેન્ટ વિરેન્દ્રભાઇ શિયાળ,મહિલા કોંગ્રેસ પ્રમુખ ભારતીબેન ગોહેલ, હંસાબેન તુંબડીયા, મણીબેન ઓડેદરા,એન.એસ.યુ.આઇ. પ્રેસીડેન્ટ કિશન રાઠોડ, તીર્થરાજ બાપોદરા, પોરબંદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજુભાઇ ઓડેદરા, ઓ.બી.સી. સેલના જિલ્લા પ્રમુખ વિજયભાઇ બાપોદરા, સીટી ઓ.બી.સી. સેલના પ્રમુખ અશોકભાઇ વારા, કાર્યાલયમંત્રી અશ્વિનભાઇ મોતીવરસ, સેવાદળના પ્રદેશમંત્રી હરીશભાઇ મજીઠીયા, વજુભાઇ પુનાણી, માલધારી સેલના પવનભાઇ કોડીયાતર, મેરૂભાઇ સીંધલ, દેવાંગભાઇ હુણ સહિત કોંગી આગેવાનો, કાર્યકરો શ્રધ્ધાંજલિ સાથે શબ્દાંજલિ પાઠવવા હાજર રહ્યા હતા.