જ્ઞાન સહાયક નહિ, કાયમી શિક્ષકોની ભરતી કરવા પોરબંદર NSUIએ કર્યો ચક્કાજામ : 25 કાર્યકતાઓની અટકાયત


પ્રવાસી શિક્ષકનું નામ બદલી જ્ઞાન સહાયક યોજના રાખવામાં આવ્યું છે – કિશન રાઠોડ
જ્ઞાનસહાયક યોજના કાયમી ધોરણે રદ કરવામાં આવે – NSUI રાજ્યમાં ટેટ,ટાટ પાસ કરેલા હજારો ઉમેદવારોમાં વિરોધ વંટોળ જોયા મળ્યો છે, ગુજરાત રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા ૨૦૨૨ ના રોજ પ્રાથમિક શિક્ષક/વિધાસહાયક તરીકે નિમણૂક માટેનુ જાહેરનામું બહાર પડાયુ હતુ. પરંતુ થોડા દિવસો પહેલા રાજ્ય સરકાર તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે જ્ઞાન સહાયક યોજના લાગુ કરવામાં આવી છે હવે થી ૧૧ મહિના કોન્ટ્રાકટ પર ટેટ,ટાટ પાસ કરેલા ઉમેદવારોને શિક્ષકો તરીકે ભરતી કરવામા આવશે..રાજયોના હજારો ઉમેદવારો દ્વારા જણાવાયુ હતુ કે રાજ્ય સરકાર દ્વારા જાહેરનામામાં દર્શાવેલ વિગતો મુજબ વિધાસહાય/શિક્ષકની ભરતી કરવામા આવશે, પરિક્ષા લીધા બાદ રાજ્ય સરકારે વિધાસહાયક યોજના જ રદ કરી જ્ઞાનસહાયક કરાર આધારિત હંગામી ધોરણે ભરતી કરવામાં આવશે જેમને લઇને રાજ્યભરમા હજારો TAT,TET ના ઉમેદવારોમાં નિરાશા જોવા મળી હતી. આજ રોજ TAT,TET ના વિધાસહાયકોના સમર્થનમાં પોરબંદર જિલ્લા NSUI દ્વારા આશ્ચર્યજન કાર્યક્રમ કરવામા આવ્યો હતો, શહેરના મુખ્ય માર્ગ મોટા ફુવારા પાસે જ્ઞાનસહાયક યોજના રદ કરો, કાયમી શિક્ષકોની ભરતી કરોના નારા સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. મુખ્ય સર્કલ ફુવારા પાસે શિક્ષકોની કાયમી ધોરણે ભરતી કરવામા આવે તેવી માંગ સાથે રસ્તા રોકી ચકકાજામ કર્યો હતો, પોસીસ દ્વારા ૨૫ થી વધુ જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. ગુજરાત પ્રદેશ NSUI મહામંત્રી કિશન રાઠોડ દ્વારા જણાવ્યું હતુ કે રાજ્ય સરકાર યુાવનોનો મજાક બનાવી રહી છે, રાજ્ય સરકાર માત્ર ભરતીઓ બહાર પાડીને પરિક્ષા લઇ રહી છે પરંતુ યુવાનોને નોકરી આપતી નથી, પરિક્ષાઓમાં કૌભાંડો કરી રહી છે, યુવાનોની ઉંમરો પુરી થવા આવે છે તૈયારી કરી અને પરિક્ષાઓ આપીને પરંતુ રાજ્ય સરકાર છેલ્લે લોલીપોપ આપી કોન્ટ્રાકટ પધ્ધતિથી ૧૧ મહિના કરાર પર નોકરી આપવાની જાહેરાત કરે છે, પ્રવાસી શિક્ષકનુ નામ બદલીને જ્ઞાનસહાયક યોજના કરી હોય તેવુ લાગી રહ્યું છે.. ક્યાં સુધી યુવાનોને સાથે આવી જ મજાક રાજ્ય સરકાર કરતી આવશે ?? આગામી દિવસોમાં જ્ઞાનસહાયક યોજના કાયમી ધોરણે રદ કરવામાં નહિ આવે તો આગામી દિવસોમાં યુવાનો/ઉમેદવારોને સાથે રાખી પોરબંદર જિલ્લા NSUI ઉગ્ર આંદોલન કરશે
આજે ગુજરાત પ્રદેશ NSUI મહાંમત્રી કિશન રાઠોડ,જયદિપ સોલંકી,રાજ પોપટ,ઉમેશરાજ બારૈયા,દિવ્યેશ સોલંકી,યશરાજ ચુડાસમા,ચિરાગ વદર,ચિરાગ ચાંચિયા,હિતેશ હુંણ,યશ ઓઝા,જયમલ ચેલાર,હિરેન મેઘનાથી,અકિબખાન પઠાણ,ફેઇઝલ,અક્ષય દવે,હરિત શાહ,સાહિલ વાજા,પાર્થ વરવાડિયા,દેવા ઓડેદરા,નિકેત,કેવલ,રુદ્ર,સાહિલ,નિખિલ સહિતની અટકાયત કરવામા આવી હતી
