લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા ટ્રાફિક જાગૃતિ માટેની પત્રિકાનું વિતરણ કરાયું
લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા ટ્રાફિક જાગૃતિ અભિયાન અંતર્ગત તા.25-01-2024 ગુરુવારના રોજ પોરબંદર જિલ્લા સુરક્ષા અધિકારીઓની હાજરી વચ્ચે કાર્યક્રમ યોજાયેલ.
સમગ્ર રાજ્યમાં ટ્રાફિક જાગૃતિ અભિયાન અંતર્ગત પોરબંદર જિલ્લા પોલીસ તથા જેસીઆઇ ના સંયુક્ત અનુક્રમે તા.15-01-2024 થી તા.17-01-2024 સુધી એક મહિના સુધી ટ્રાફિક જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવેલ.
લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા ટ્રાફિક જાગૃતિ અભિયાન અંતર્ગત તા.25-01-2024 ગુરુવારના રોજ પોરબંદરના હાર્દ સમા વિસ્તાર માણેક ચોક જ્યાં સતત ચારેબાજુથી ટ્રાફિક અવિરત ચાલુ રહેતો હોય એવા વિસ્તારમાં લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા ટ્રાફિક જાગૃતિ માટેની પત્રિકાનું વિતરણ કરવા માટે ના સંદર્ભે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે. બી.ચૌહાણ સાહેબના હાથે પત્રિકાનું પેકેટ ની રીબીન કાપી ત્યારબાદ વિતરણ કરવામાં આવ્યું.
લાયન્સ કલબ પોરબંદર ના હાજર રહેલ હોદેદારો દ્વારા તમામ સુરક્ષા અધિકારીશ્રી નું ગુલાબનું ફૂલ આપી સ્વાગત કરેલ. તમામ તમામ સુરક્ષા અધિકારીશ્રી લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા પ્રકાશિત કરેલ પત્રિકા વિતરણ માં સાથે જોડાઈને લોકોમાં ટ્રાફિક જાગૃતિ માટેની સમજ આપી,તેમજ પ્રજ્ઞાચક્ષુ રાહદારીને રસ્તો ઓળંગવામાં મદદરૂપ બન્યા,માણેક ચોક,સોની બજાર,કીર્તિ મંદિર,લીમડા ચોક તથા હરીશ ટોકીઝ જેવા વિસ્તારોમાં પણ પત્રિકાનું વિતરણ કરવામાં આવેલ.જેસીઆઈ સહિત પોરબંદરની વિવિધ 30 જેટલી સામાજીક સંસ્થાઓ નો સંપર્ક કરી તમામ સંસ્થાઓને સાથે રાખી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રયાસ હાથ ધરેલ છે.આ કાર્યક્રમમાં પ્રેસિડેન્ટ લાયન નિધિ શાહ મોઢવાડિયા, સેક્રેટરી લાયન અજય દત્તાણી,જોઈન્ટ સેક્રેટરી હરદત્તપુરી ગોસ્વામી,લાયન જીજ્ઞેશ ભાઈ કારીયા,લાયન જયેન્દ્રભાઈ હાથી,લાયન પંકજ ચંદારાણા,લાયન પ્રફુલ્લ ભાઈ મોઢા, lion Mukesh gosliya, lion kiritbhai વર્ષા બેન ગજ્જર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.બી.ચૌહાણ સાહેબ,પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એન.અઘેરા સાહેબ,હેડ કોન્સ્ટેબલ હિતેશ જાદવ,હેડ કોન્સ્ટેબલ અશોક ગોંડલિયા,હેડ કોન્સ્ટેબલ અજયસિંહ જાડેજા,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર દેવરાજ વાઢિયા, ટીઆરબી રામભાઇ ઓડેદરા,ટીઆરબી પવન ભાઈ ગોસ્વામી ઉપસ્થિત રહેલ હતા.