Watch “કુતિયાણા વનવિભાગના રોજમદારને ફરી નોકરી ઉપર લેવા તથા સળંગ નોકરી ગણવા પોરબંદર લેબરકોર્ટનો હુકમ” on YouTube
કુતિયાણા વન વિભાગના રોજમદારને ફરી નોકરી ઉપર લેવા તથા સળંગ નોકરી ગણવા પોરબંદર લેબરકોર્ટનો હુકમ
કુતિયાણા તાલુકાના ખાગેશ્રી રાઉન્ડ એરીયાથી ઓળખાતા વિસ્તારના વર્ષ ૨૦૨૨ માં કાઢી મુકેલા રોજમદારને સળંગ નોકરી ગણી નૌકરી ઉપર ફરીથી લઇ કોવા પોરબંદર લેબરકોર્ટે હુકમ ફરમાવેલ છે.
જેની વિગતો મુજબ એક જ વર્ષમાં ઝડપભેર ચાલી ગયેલા આ રોજમદારના કેસમાં ફરીયાદી
કર્મચારી રામનગર – દેવડા નીવાસી ભોમીશી ભીખા વાઢીયાને સંસ્થામાં પોતાની ફરજ ઉપર કયારે નિયમીત ન આવતો હોવાના આક્ષેપો સાથે કાઢી મુકાયેલ હતો. ત્યારબાદ આ કર્મચારીએ પોરબંદરના જાણીતા વકીલ વિજયકુમાર પંડયા મારફત સંસ્થા સામે પૂનઃનિમણુંક અને સળંગ રોજમદારી ગણવાનો કેસ દાખલ કરેલ હતો. જે કેસમાં સંસ્થા દ્વારા આ કર્મચારી ઉપર લગાડવામાં આવેલા આરોપો ખોટા, ઉડાઉ અને સત્ય હકિકતોથી વિપરીત કિન્નાખોરી વાળા માત્ર હોવાનું સાબિત થયેલ છે. તેમજ સંસ્થાએ કર્મચારી ઉપર લગાડેલા આરોપો તે સાબિત કરી શકેલ નહી. વળી, વકિલ વિજયકુમાર પંડયાએ એવી ધારદાર દલીલો રજુ કરેલ છે કે, જો કર્મચારી ખરેખર પોતાની ફરજો ઉપર લાંબો સમય ગેરહાજર રહેલ હોત તો વનવિભાગે તેને ફરજ ઉપર હાજર થવા નોટિસ પાઠવી બોલાવી શકી હોત જે આવી કોઇ જ નોટીસ સંસ્થાએ પાઠવેલ નથી. વધુમાં જે લાંબા સમયગાળા દરમ્યાન કર્મચારી ફરજ ઉપર ગેરહાજર રહેલ હતો તે સમયગાળા દરમ્યાન તેની જગ્યા ઉપર અન્ય કયા કર્મચારીએ કામ કરેલ હતુ તેનો કોઇ જવાબ કે ઉલ્લેખ પણ સંસ્થા આ કેસમાં રજુ કરી શકેલ ન હતી જેથી કર્મચારી ઉપરના આવા આરોપો ખોટા સાબીત થયેલ છે.