Watch “પોરબંદર લાયન્સ પરિવારનો શપથગ્રહણ સમારોહ યોજાયો” on YouTube

લાયન્સ પરિવારનો શપથગ્રહણ સમારોહ તા.30-07-2023 રવિવાર સાંજે સાત વાગ્યાથી તાજા વાલા હોલ, પોરબંદર ખાતે યોજાયો હતો.
લાયન્સ ક્લબ પોરબંદર માટે 63માં પ્રમુખ તરીકે લાયન નિધિ શાહ મોઢવાડિયાની વરણી કરવામાં આવી છે.
આ શપથગ્રહણ સમારોહમાં લાયન્સ ક્લબ પ્રાઈડ, લીઓ ક્લબ પર્લ તેમજ લાયન્સ ક્લબ માતૃ સંસ્થા દ્વારા સ્થાપેલી સંસ્થા લાયન્સ ક્લબ બાપુ પણ જોડાયા હતાં.

આ સંસ્થાના 2023-2024ના વર્ષ માટેનો શપથ ગ્રહણનો કાર્યક્રમ તા.30-07-2023ના રોજ તાજા વાલા હોલ, પોરબંદર ખાતે સાંજે સાત વાગ્યે રાખવામાં આવેલ.જેના ઇંડકશન ઓફિસર તરીકે MJF ડીસ્ટ્રિકટ ગવર્નર લાયન હિરલબા જાડેજા રહ્યા.અને ઇન્સ્ટોલીંગ ઓફિસર તરીકે લાયન ડો.પી. સી.જોષી સાહેબ રહ્યા હતા.
આ સાથે લાયન્સ ક્લબ પ્રાઈડ,લીઓ લાયન્સ ક્લબ પર્લ તેમજ એક નવી “લાયન્સ ક્લબ બાપુ” પોરબંદર પણ જોડાયા હતા.
લાયન્સ ક્લબ પોરબંદર 62 વર્ષથી કાર્યરત છે,તે સંસ્થા ના 63 માં પ્રેસિડેન્ટ લાયન નિધિ શાહ મોઢવાડીયા બન્યા છે. સેક્રેટરી લાયન અજય દત્તાણી,જોઈન્ટ સેક્રેટરી લાયન હરદત્તપુરી ગોસ્વામી, ટ્રેઝરર લાયન તુષાર પારેખ નિયુક્ત થયા છે.
આ પ્રસંગમાં અમારા આમંત્રણને માન આપીને , પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પધાર્યા હતા, તેમજ પ. પૂ.ગોસ્વામી 108 શ્રી વસંતરાયજી મહારાજશ્રી, પ. પૂ.ગોસ્વામી 108 જય વલ્લભલાલજી મહોદય તથા જિલ્લા કલેકટર કે. ડી.લાખાણી સાહેબએ ટેલીફોનીક આશીર્વાદ પાઠવેલ.
ઇન્સ્ટોલીંગ ઓફિસર તરીકે લાયન ડો.પી. સી.જોષી સાહેબે મલ્ટી મીડિયા દ્રારા લાજવાબ નિર્દેશન કરેલ હતું.ઇંડકશન ઓફિસર તરીકે MJF ડીસ્ટ્રિકટ ગવર્નર લાયન હિરલબા જાડેજાએ સુંદર કાર્યવાહી કરેલ હતી….

(1989- 90) લાયન્સ ક્લબ પોરબંદરના પૂર્વ ગવર્નર લાયન વિનોદ દત્તાણી, પૂર્વ ગવર્નર લાયન સુરેશભાઈ કોઠારી (1994 -95) ડીસ્ટ્રિકટ ગવર્નર બનેલા તેના 29 વર્ષ બાદ MJF ડીસ્ટ્રિકટ ગવર્નર લાયન હિરલબા જાડેજા બન્યા છે. તેનાજ હાથે ઇન્ડક્શન ઓફિસર તરીકે કાર્ય સંપન્ન થયેલ. તેમાં 62 વર્ષ જૂની લાયન્સ કલબમાં ત્રણ નવા સભ્યો મિત જોગીયા ,ચિરાગ કક્કડ, તથા અર્જુન કોટેચાને પીન પહેરવામાં આવેલ હતી,
લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડેન્ટ નિધિ શાહ મોઢવાડિયાની એન્ટ્રી લાયન્સ ફ્લેગ તથા ભારતીય રાષ્ટ્રધ્વજ સાથે ખુબજ રમણીય અને સંગીતમય રહી હતી.
આ પ્રસંગે માતૃસંસ્થા લાયન્સ કલબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન નિધિ શાહ મોઢવાડીયાએ જણાવેલ કે તેઓ આ વર્ષ નહિ પણ આજીવન લાયનવાદ માટે સમર્પિત રહેશે.
લાયન્સ કલબ પ્રાઈડના પ્રેસિડેન્ટ ભાવના છેલાવડા ,સેક્રેટરી તેજલ કારાવદરા ,ટ્રેઝરર પ્રજ્ઞાબેન ગજ્જરની નિયુક્તિ કરવામાં આવેલ.
માતૃસંસ્થા લાયન્સ કલબ પોરબંદરે નવી લાયન્સ ક્લબ બાપુની સ્થાપના કરી છે.જેના પ્રેસિડેન્ટ પ્રવિણભાઈ ખોરાવા, સેક્રેટરી ભરતભાઈ લાખાણી, ટ્રેઝરર શૈલેષભાઈ કોટેચા ની નિયુક્તિ થયેલ.લીઓ ક્લબ પર્લ પ્રેસિડેન્ટ બંસી મદલાણી, સેક્રેટરી ઋષિકા હાથીની વરણી કરવામાં આવી હતી.થયેલ.લીઓ ક્લબ પોરબંદર પ્રેસિડેન્ટ ડૉ. કિશન રૂઘાણી, સેક્રેટરી ખુશ બદિયાણીની વરણી કરવામાં આવી હતી.
આ પ્રસંગને દીપાવવા લાયન્સ ક્લબ ફર્સ્ટ વીડીજી લાયન રમેશ રૂપાલા (ડીસ્ટ્રિક્ટ 3232 -J), PDG લાયન સુરેશભાઈ કોઠારી,ઝોન ચેરમેન લાયન પંકજ ચંદારાણા, ડીસ્ટ્રિકટ સેક્રેટરીઓ લાયન જયેન્દ્રભાઈ હાથી, લાયન સુભાષભાઈ ઠકરાર, ડીસ્ટ્રિકટ ટ્રેઝરર વ્રજલાલ સામાણી, સિનિયર લાયન ડો સુરેશભાઈ ગાંધી,રેડ ક્રોસ પ્રેસિડેન્ટ, લાખણસીભાઈ ગોરાણીયા,સ્વસ્તિક ગ્રુપ સંસ્થાપક ,વિનેશ ભાઈ ગોસ્વામી ડો. નૂતન બેન ગોકાણી, ડો.ભાવનાબેન મશરુ ઉપસ્થિત રહ્યા હતા.શપથ ગ્રહણ સમારોહનું સંચાલન ડો.રાજેશભાઈ કોટેચા તથા પાસ્ટ પ્રેસિડેન્ટ લાયન જીતેશ ભાઈ રાયઠઠ્ઠાએ કરેલ હતું અને આ શપથ ગ્રહણ સમારોહ ખૂબ સુંદર અને રમણીય વાતાવરણમાં સંપન્ન થયેલ હતો.

