Watch “પોરબંદર મેડિકલ કોલેજ માં ફી વધારાનો અનોખો વિરોધ કરતું એન એસ યુ આઈ” on YouTube
મેડિકલ કોલેજમાં ફી વધારાને લઇને પોરબંદર NSUI નો અનોખો વિરોધ, DEAN ની ઓફિસમાં ૨૦૦૦/-,૫૦૦/- રૂ/- ની નકલી ચલણી નોટનો વરસાદ કર્યો
ગરીબ અને મધ્યમવર્ગના પરિવારના ઘરમાંથી ડોક્ટર બનવું સરકારે સપનું કરી દીધું – પોરબંદર NSUI ગુજરાત રાજયમાં GMERSની (ગુજરાત મેડીકલ એજયુકેશન રીસર્ચ સોસાયટી) ની રચના ૧૩ વર્ષ પહેલા કરવામાં આવી હતી, તે સમયે રાજય સરકારે સતત એવી જાહેરાત કરી હતી કે ઓછી ફી માં ડોકટરો તૈયાર કરવામાં આવશે જે ગુજરાતના આરોગ્ય સેવાને મદદ થશે.પરંતુ જે રીતે ગુજરાત સરકાર રાતોરાત GMERS ની મેડીકલ કોલેજોમાં તોતિંગ ફી વધારો ઝીંકી દિધો છે. જે પહેલા કરેલી જાહેરાતથી વિપરીત છે, હાલ રાજયમાં ૧૩ GMERS મેડીકલ કોલેજો છે. ગુજરાતના મોટાપાયે ડોકટરો,સ્પેશીયાલીસ્ટો,પેરા મેડીકલ સ્ટાફ,નર્સીંગ સહિતના મેડીકલ ક્ષેત્રે જોડાયેલા માનવ બળની મોટાપાયે ઘટ છે. આજે ગુજરાતના મેડીકલમાં અભ્યાસ કરી ડોકટર બનાવાનું સ્વપ્નનું જોતા વિદ્યાર્થીઓ અને તેના વાલીઓને માત્ર સપના જ રહી ગયા છે સરકારી કોટામાં ૬૭% અને મેનેજમેન્ટ કોટામાં ૨૮% અને એન.આર.આઈ. કોટામાં ૩૦૦૦ ડોલરનો અસહય વધારો કર્યો છે. એક સાથે મેડીકલ ફીમાં ૬૭% થી ૮૮% સુધીના ફીના વધારાના કારણે વાલી તેમજ વિદ્યાર્થીઓ આર્થિક ચિંતામાં મુકાઇ ગયા છે. આજે પોરબંદર જિલ્લા NSUI દ્વારા ફી વધારાને લઇને નવતર વિરોધ દર્શાવ્યો હતો, પોરબંદરની મેડીકલ કોલેજના ડીનની ઓફિસમાં ચલણી નોટો નો વરસાદ કરી ફી વધારો પાછો ખેંચો ના સુત્રોચ્ચાર કરાયા હતા, ગુજરાત પ્રદેશ NSUI મહામંત્રી કિશન રાઠોડ દ્વારા જણાવાયુ હતુ કે વર્તમાન સરકારે ગરીબ અને મધ્યમવર્ગના પરિવારમાંથી કોઇ ડોક્ટર બને તેનુ સપનું માત્ર એક સપનું જ કરી દિધુ છે. આ સરકાર વિધાર્થીઓ,યુવાનો ના સપના ઉપર પાણી રેડી રહી છે.જેમનું ડોક્ટર બનવાનું સપનું હોય છે તેમનું માત્ર સપનુ જ રહી ગયુ છે તોતિગં ફી વધારાથી ઘણા વિધાર્થીઓ પોતાનો ભણતરનો રસ્તો બદલી નાખશે ! યુવાનોના સરકારી નોકરી ના સપનાં માત્ર સપના જ રહી ગયા છે ત્યાં પણ કોન્ટ્રાકટ પદ્ધતિ અમલામાં મુકી દે છે.. રાજયની GMERS કોલેજમાં કરાવવામાં આવેલ તોતીંગ ફી વધારો પાછો ખેંચવામા આવે જેથી કરીને ગુજરાતના સામાન્ય અને મધ્યમ વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓનું શિક્ષણ લોન લઈને વિદેશમાં અભ્યાસ કરવાના બદલે રાજયમાંથી ડોકટર બનવાનું સ્વપ્નું બની શકે સાથે રાજયમાં ડોકટરની ઘટ ઓછી થાય.ફી વધારો પાછો નહી ખેંચાય તો આગામી દિવસોમાં ગાંધી ચિધયા માર્ગે NSUI આંદોલન છેડશે ગુજરાત પ્રદેશ NSUI મહામંત્રી કિશન રાઠોડ,શહેર પ્રમુખ જયદિપ સોંલકી,ઉમેશરાજ બારૈયા,રાજ પોપટ,હર્ષ ગોહેલ,દિવ્યેશ સોલંકી,ચિરાગ ચાંચિયા,હરિત શાહ,નિખિલ દવે,મનહર ઝાલા,ચિરાગ વદર,યશ ઓઝા,પાર્થ ઉનડકઠ,નિકેત,ચિરાગ ડાભી,હર્ષ રાબડિયા,દર્શન સહિત જોડાયા હતા
