પોરબંદરના સેવાભાવી આગેવાન પ્રવીણ ખોરવા દ્વારા શાહી સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો
કરિયાવર સ્વરૂપે દીકરીઓને અઢળક વસ્તુઓનું દાન અપાયું

પોરબંદર
પોરબંદરના સેવાભાવી આગેવાન પ્રવીણભાઈ ખોરવા દ્વારા બાર દીકરીઓના શાહી સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં આવેલ ચોપાટી ખાતેના ગ્રાઉન્ડમાં આ ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જરૂરીયાત મંદ પરિવારની દીકરીઓના અનોખા લગ્ન યોજવામાં આવ્યા હતા. આ લગ્ન ઉત્સવમાં પ્રભુતા મા પગલા માંડનાર દીકરીઓને કરિયાવર સ્વરૂપે સોના સહિત અઢળક વસ્તુઓનું દાન આપવામાં આવ્યું હતું. સાગર સમન્વય સંસ્થા, પાયોનીયર ક્લબ અને લાયન્સ ક્લબ ઓફ બાપુ સહિતની આ ત્રણ સંસ્થાના અગ્રણી પ્રવીણભાઈ ખોરવા દ્વારા ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સમૂહ લગ્ન પ્રસંગે પોરબંદરના અનેક અગ્રણીઓ પ્રભુતામાં પગલાં માંડનાર યુગલોને આશીર્વાદ આપવા માટે આવી પહોંચ્યા હતા.
Please follow and like us:
