પોરબંદર જિલ્લાના કુતિયાણા 108 ઈમરજન્સી સેવાના કર્મચારી ની પ્રશંસનીય કામગીરી

આજના આધુનિક જીવનશૈલી અને ઝડપી યુગમાં ઘણી બધી સુવિધાઓ આંગળીના ટેરવા પર ઉપલબ્ધ થઈ જતી હોય છે જેમાંની આરોગ્ય લક્ષી આકસ્મિક ઘટના બને ત્યારે ખૂબ જ સરળતાથી 108 નંબર ડાયલ કરવાથી ઇમરજન્સી સેવા તાત્કાલિક અને પ્રી હોસ્પિટલ કેર સહિત હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે છે. 108 ઈમરજન્સી સેવા કોઈપણ વ્યક્તિ ને કોઈપણ સમયે કોઈ પણ જગ્યા પર વિના મૂલ્ય ગણતરીની મિનિટોમાં જ પહોંચી આરોગ્ય લગતી આકસ્મિક એવા પૂરી પાડવા કટિબદ્ધ હોય છે આજરોજ પોરબંદર જિલ્લાના મોડદર ગામે એક મહિલાને પ્રસ્તુતિની પીડા ઉપડતા 108 ઈમરજન્સી સેવાનો સંપર્ક કરવામાં આવ્યો હતો કુતિયાણા 108 ગણતરીની મિનિટમાં જ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી દર્દીને તપાસ કરી 108 એમ્બ્યુલન્સમાં લેવામાં આવેલ હતા પરંતુ દર્દીને હોસ્પિટલ લઈ જતા સમયે સગર્ભા મહિલાને અસહ્ય પ્રસુતિની પીડા ઉપડતા મહિલાની પ્રસુતિ 108 એમ્બ્યુલન્સમાં કરાવવાની ફરજ પડી હતી. કુતિયાણા 108 ઈમરજન્સી સેવા ના ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન હિતેશભાઈ મુછાળ અને પાયલટ સરમણ ભાઈ ચાવડા એ સમય સૂચકતા વાપરી 108 ઈમરજન્સી સેન્ટરના ફિઝિશિયન ડોક્ટર સાથે ઓન કોલ માર્ગદર્શન મેળવી મહિલાની સફળ પ્રસુતિ 108 એમ્બ્યુલન્સમાં જ કરાવી હતી ત્યારબાદ પ્રી હોસ્પિટલ કેર સહિત માતા અને નવજાત બાળકને માણાવદર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ કરવામાં આવ્યા હતા તેઓની ઉત્તમ કામગીરી ઉપલા અધિકારીઓ દ્વારા બિરદાવવામાં આવેલ હતી

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!