પોરબંદરમા ખવાસ જ્ઞાતિ દ્રારા આયોજીત ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ

ખવાસ જ્ઞાતિ સમસ્ત પોરબંદર-છાયા દ્રારા સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનુ આયોજન ખવાસ જ્ઞાતિની વંડીમા આવેલા દેશળદેવ એસી હોલ ખાતે કરવામા આવ્યુ છે. ગત તા.14 એપ્રિલથી કથાનો પ્રારંભ થયો હતો અને 21 એપ્રિલે સપ્તાહનુ સમાપન થયુ હતુ વ્યાસપીઠ પરથી જાણીતા કથાકાર શાસ્ત્રી રાજેશભાઇ જોષી સંગીતમય શૈલીમા કથાનુ રસપાન કરાવ્યુ હતુ ખવાસ જ્ઞાતિના સંત દેશળ દેવ અને સંત દેવુભગની અસીમ કૃપાથી શ્રીમદ ભાગવત સપ્તાહનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા મોટી સંખ્યામા શ્રધ્ધાળઓ કથાનુ રસપાન કરી અને ધન્યતાની લાગણી અનુભવી હતી સપ્તાહ દરમ્યાન રામ જન્મોત્સવ,વામન અવતાર અને કૃષ્ણજન્મોત્સવ, રૂક્ષ્મણી વિવાહ ઉત્સવ સહિતના ધાર્મિક પ્રસંગોની ભવ્ય ઉજવણી કરવામ આવી હતી બાળકો દેવી-દેવતાના વેશભુષા સાથે ઉપસ્થિત રહ્મા હતા ભાગવત સપ્તાહમા જ્ઞાતિજનો માટે દરરોજ રાત્રીના પ્રસાદીનુ આયોજન કરવામા આવ્યુ હતુ આ ધાર્મિક પ્રસંગે સામાજીક અને રાજકિય ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જ્ઞાતિના પ્રમુખ વજુભાઇ એરડા અને કાર્યવાહક સમિતિના સભ્યોના માર્ગદર્શન હેઠળ યુવા ટીમ અને મહિલા ટીમે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવેલ હતો

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!