પોરબંદર જિલ્લામાં મહિલા સબંધી ગુન્હાઓ ઘટાડવા તથા 181 હેલ્પ લાઇનનો ઉપયોગ કરવા અપીલ
જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર જીલ્લાનાપોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા ની સુચના અને ડી.વાય.એસ પી.નિલમ ગોસ્વામી પોરબંદર શહેરનાઓના તેમજ મહિલા પોલીસ સ્ટેશનના આર.એમ.રાઠોડ ના માર્ગદર્શન નીચે મહિલા સબંધી ગુન્હાઓનુ પ્રમાણ ઘટાડવા અને ૧૮૧ હેલ્પ લાઇનનો ઉપયોગ કરવા અંગે પોરબંદર મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એમ.સૈયદ નાઓના તથા મહિલા પોલીસ સ્ટાફ દ્વારા લેડી હોસ્પીટલમાં મહિલાઓની મુલાકાત લઇ મહિલાને જાગૃત કરી અવેરનેશ કાર્યક્રમ યોજવામા આવેલ તેમજ ૧૮૧ હેલ્પ લાઇન બાબતે તેમજ ઘરેલુ હિંસાના બનાવ,મહિલાઓની છેડતીના બનાવને લગતા કોઇ પ્રશ્નો હોય તો તાત્કાલીક પોલીસનો સંપર્ક સાધવાનું જણાવવામાં આવેલ તેમજ એસ.ટી.બસસ્ટેન્ડ તેમજ સ્કુલ,કોલેજ વિસ્તારમા મહિલા પોલીસ દ્વારા પેટ્રોલીંગ કરી વિદ્યાર્થીઓને સાયબર ફ્રોડ, છેડતી તથા મહિલા/યુવતી ને અત્યાચારને લગતી તેમજ આવારાતત્વો દ્વારા થતી હેરાનગતી અંગેની તમામ સમસ્યા અંગે કાયદાકીય માહિતી તેમજ કાનુની સહાય અને રક્ષણ કેવી રીતે મેળવી શકાય તે બાબતે જાણકારી પુરી પડવામાં આવી હતી. તેમજ મોબાઈલ ફોનમાં કોઈ અજાણી વ્યક્તિ હેરાન કરે, બ્લેકમેઈલિંગ કરે તો ગભરાવવા ને બદલે તાત્કાલિક વડીલોને અથવા પોલીસને જાણ કરવા તેમજ ૧૮૧ ની મદદ લેવા જરૂરી માહિતી આપી પેટ્રોલીંગ કરવામા આવ્યુ હતું.