પાકિસ્તાન મરીનન સીક્યુરીટી દ્વારા જખૌ નજીક I.M.B.L. પાસે માછીમારી કરી રહેલી ગુજરાતની છ બોટો અને 35 જેટલા માછીમારોનું અપહરણ

પાકિસ્તાન મરીનન સીક્યુરીટી દ્વારા જખૌ નજીક I.M.B.L. પાસે માછીમારી કરી રહેલી ગુજરાતની છ બોટો અને 35 જેટલા માછીમારોનું અપહરણ

પાકિસ્તાન મરીનન સીક્યુરીટી દ્વારા જખૌ નજીક I.M.B.L. પાસે માછીમારી કરી રહેલી ગુજરાતની છ બોટો અને 35 જેટલા માછીમારોનું અપહરણ કરી લેવામાં આવ્યું છે.ગઈકાલે જખૌ નજીક માછીમારી કરી રહેલી પોરબંદરની 5 અને ઓખાની 1 મળીને કુલ 6 બોટો અને 35 માછીમારોના બંદૂકના નાળચે અપહરણ કરી લેવામાં આવ્યા હતા. અપહરણ કરાયેલી આ ગુજરાતની 6 ફીશીંગ બોટોને બંધક બનાવી કરાચી બંદર પર લઇ જવામાં આવતા કરાચીના માછીમારો દ્વારા  પોરબંદરના માછીમાર અગ્રણી મનીષભાઇ લોઢારીને આ અંગે જાણ કરવામાં આવી હતી.પાકિસ્તાન દ્વારા છેલ્લા 10 દિવસોમાં ગુજરાતના માછીમારોના અપહરણની આ બીજીઘટના ઘટી છે.ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન દ્વારા અપહરણ કરી પોતાના કબ્જામાં લેવામાં આવેલી ભારતની બોટોની સંખ્યા 1100 જેટલી છે અને પાકિસ્તાનની જેલોમાં હાલ 500 ભારતીય માછીમારો છે. 

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!