શિક્ષણધામને નશાનું ધામ બનાવતા અટકાવો – પોરબંદર NSUI
જવાબદારો સામે કડક પગલાં લેવા પોરબંદર NSUI એ જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદન દિવસે-દિવસે રાજ્યભરમાં નશાખોરી વધી રહી છે, શિક્ષણધામને નશાનું ધામ બનાવવામાં આવી રહ્યું છે. દિવસે અને દિવસે કરોડોનું ડ્રેગ્સ પકડવામાં આવી રહ્યુ છે તે ખૂબ જ ચિંતાનો વિષય છે હવે શિક્ષણધામમાં પણ ગાંજાના છોડો મળી રહ્યા છે. કછોટા દિવસો પહેલા રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં ગાંજાના છોડ મળી આવ્યા હતા જે FSL માં પણ સાબિત થઇ હતુ પરંતુ તે બાબતે હજુ સુધી કોઇ પગલા લેવામા નથી આવ્યા. યુનિવર્સિટીમાંથી ગાંજાના છોડ પકડી પાડવામાં આવ્યા હતા એ ખૂબ જ માનવ સમાજ માટે અને શિક્ષણ જગત માટે શરમજનક કહી શકાય ખાસ વિદ્યાર્થીઓને નશાના ચુંગલ માંથી બચાવવા જોઈએ પણ જો યુનિવર્સિટીના કેમ્પસઓ માંથી જ ગાંજાના છોડ પકડવામાં આવે અને એટલા સમય પછી પણ ગયા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી,ફરિયાદ પણ નામ જોગ કરવામાં નથી આવી. આ જ રીતે બે દિવસ પહેલા ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસ માં NSUI ના આગેવાનો દ્વારા મુલાકાત કર્યા દરમ્યાન શંકાસ્પદ છોડ પકડવામાં આવ્યા હતા.વધુ તપાસ કરતા આ છોડ પણ ગાંજા ના હોવાનું સામે આવ્યું હતું. જેથી NSUI દ્વારા પોલીસને જાણ કરી આગળની કાર્યવાહી કરાવવામાં આવી હતી.આ ગાંજા ના છોડવાનું કદ ખૂબ મોટું હતું જેથી માની શકાય કે કેટલાક મહિનાઓ પહેલાથી જ આ વાવેતર કરવામાં આવ્યું હશે. અમને લાગી રહ્યું છે કે આ નશીલા પદાર્થો નું વાવેતર કોઈક ની રહેમ નજર હેઠળ અથવા તો જાણ હોવા છતાં આંખ આડા હાથ કરવામાં આવી રહ્યા હતા.અત્યારે શિક્ષાના ધામને નશાનું ધામ બનાવવાનું કામ થઈ રહ્યું છે.આજે પોરબંદર NSUI દ્વારા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી જવાબદારો સામે જે કોઈ સંડોવાયેલા હોય અને જે પણ આમાં જવાબદાર હોય તે બધા પર વ્હાલા દવલા ની નીતિ વગર તમામ પર પગલા લેવામાં આવે અને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી શિક્ષણ જગતમાં દાખલા સ્વરૂપે કાર્યવાહી કરવામાં આવે. ગુજરાત પ્રદેશ NSUI મહામંત્રી કિશન રાઠોડ,જયદિપ સોલંકી,રાજ પોપટ,ઉમેશરાજ બારૈયા,ચિરાગ વદર,દિવ્યેશ સોલંકી,નિખિલ દવે,અભિષેક રાજાણી સહિત હાજર રહ્યા