મોઢવાડા ક્લસ્ટરની શાળાઓમાં બાળમેળો યોજાયો
આજરોજ જીસીઈઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પોરબંદર પ્રેરિત તેમજ બીઆરસી ભવન પોરબંદર દ્વારા મોઢવાડા ક્લસ્ટરની 9 જેટલી સરકારી શાળાઓ માં બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો બાળકોમાં રહેલા વિવિધ કલા કૌશલ્ય ખીલે તેવી વિવિધ પ્રવૃત્તિઓ તથા દેશી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ત કે અંબારામાં પ્રાથમિક શાળા, વડાળા પ્રાથમિક શાળા મોઢવાડા કન્યાશાળા મોઢવાડા કુમારશાળા સુંડાવદર સીમશાળા કરાર સીમશાળા કેશવ પ્રાથમિક શાળા તથા નાકડી સીમશાળા અને નીલકંઠ સીમ શાળાના તમામ આચાર્યશ્રીઓ તથા ગુરૂજનોના માર્ગદર્શન હેઠળ બાળકોએ વિવિધ કલા કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમનો હેતુ બાળકોની અંદર રહેલા વિવિધ કૌશલ્યો નો વિકાસ કરવાનો હોય દર વર્ષે સરકારશ્રી દ્વારા આવું આયોજન કરવામાં આવે છે. આ બાળમેળામાં મોઢવાડા ક્લસ્ટરના કોઓર્ડીનેટર બથવાર અશોકભાઈ ની પણ પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. સાથે સાથે સુંદર કૌશલ્યો દાખવનાર બાળકોને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું . તેમજ મોઢવાડા ક્લસ્ટર ની તમામ શાળાના આચાર્યશ્રીઓ અને ગુરુજનોને ખૂબ ખૂબ અભિનંદન સહ આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો
