પોરબંદર જિલ્લામાં શાળાકીય સ્પર્ધાઓ ૨૦૨૩-૨૪ અંતર્ગત ચેસ તથા વોલીબોલ સ્પર્ધાઓ યોજાઇ

*

જિલ્લામાંથી ૧૧૨ જેટલા સ્પર્ધકોએ થયા સહભાગી

પોરબંદર.તા.૨૨, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર દ્વારા સંચાલિત શાળાકીય સ્પર્ધાઓ ૨૦૨૩-૨૪નું તાલુકાકક્ષા અને જિલ્લાકક્ષાની રમતોનું આયોજન તા.૨૧-૦૮-૨૦૨૩ થી ૦૫-૦૯-૨૦૨૩ દરમિયાન કરવામાં આવેલ છે.

શાળાકીય રમત સ્પર્ધાઓ ૨૦૨૩-૨૪ પૈકી આજરોજ જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધા તથા તાલુકા કક્ષાની વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં કુલ ૧૧૨ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

તાલુકા કક્ષાની સ્પર્ધાઓ પૈકીની વોલીબોલ સ્પર્ધાનું આયોજન પોરબંદર તાલુકામાં સાંદીપની ગુરુકુળ, પોરબંદર ખાતે, રાણાવાવ તાલુકામાં ભાવના નેશનલ સ્કુલ ઓફ સાયન્સ,  રાણાવાવ તથા કુતિયાણા તાલુકામાં શ્રી બાલા હનુમાન શાળા, કુતિયાણા ખાતે કરવામાં આવ્યું હતું. તમામ સ્પર્ધાઓમાં શાળાના ટ્રસ્ટીશ્રી, આચાર્યશ્રી, વ્યાયામ શિક્ષકો તથા અન્ય મહાનુભાવોએ હાજરી આપી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

પોરબંદર તાલુકાની ૨૨ ટીમ, કુતિયાણા તાલુકાની ૮ ટીમ તથા રાણાવાવ તાલુકાની ૧૬

ટીમો મળી કુલ ૪૬ જેટલી ટીમોએ તાલુકા કક્ષાએ વોલીબોલની સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.

       જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધાનું આયોજન સરદાર પટેલ રમત સંકુલ, પોરબંદર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પ્રોટેક્શન અધિકારી બી.કે. ગઢવી, જિલ્લા ચેસ એસોસિએશન ઉપપ્રમુખ નીલેશ ગોરખીયા, સ્પોર્ટ્સ એસોસિએશન વતી અમિતભાઈ ભૂતિયા, જિલ્લા રમત વિકાસ અધિકારી ડૉ. મનીષકુમાર જીલડીયા વેગેરે જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!