પતિના અવસાન બાદ 50 વર્ષથી અર્જિત કરેલી 12 લાખ રૂપિયાની મરણમૂડીનું પોરબંદરના સ્મશાનમાં દાન કરતા મણીબેન

અહેવાલ નિમેષ ગોંડલીયા

પોરબંદરમાં રહેતા મોહનભાઈ લવચંદ ટાકોચીયા આફ્રિકામાં જન્મ્યા હતા અને આફ્રિકામાં જ રહેતા હતા પરંતુ આફ્રિકામાં ઈદી અમીનની લડાઈ બાદ ભંગાણ પડ્યું હતું અને તેઓ પોરબંદર આવ્યા હતા પોરબંદરમાં 1963 માં તારાપુર થી મણિ બેન ફરવા આવ્યા હતા અને બન્ને વચ્ચે પ્રેમ થયો હતો અને અમદાવાદ ના આર્યસમાજ માં લગ્ન કર્યા હતા લગ્ન બાદ અનેક મુશ્કેલીઓ સહન કરતા 4 દીકરીઓ અને એક દીકરી સાથે રહેતા આજે તમામ દીકરીઓ સાસરે છે અને દીકરો અમદાવાદ રહે છે.પરંતુ મોહનભાઇ પોરબંદર માં જય અંબે ભેળ નામે લારી નો વ્યવસાય કરતાં જે બાના ની ભેળ તરીકે પ્રખ્યાત હતા.તો મકરસંક્રાતિના સમયે મણીબેન અને મોહનભાઈ પતંગ બનાવતા અને કમાણી કરતા આ ઉપરાંત મણિ બહેન રસોડા કરવા પણ જાય છે અને ગુજરાન ચલાવી રહ્યા પતિ ના અવસાન બાદ તેઓ એ 50 વર્ષ થી ભેગી કરેલ કુલ રકમ 1270000 માંથી 12 લાખ ની રકમ પોરબંદર સ્મશાન મા દાન આપી છે .

પતંગ બનાવી તથા ભેળ વહેંચી 60 વર્ષ નું લગ્ન જીવન ગાળ્યું 12 લાખ 70,000 ની મૂડી એકત્રિત થઈ

કરોડો રૂપિયાના માલિક હોય છતાં એક રૂપિયાનો દાન કરવું હોય તો પણ વિચાર કરતા હોય છે ત્યારે પોરબંદરમાં એક મહિલાએ એવું કાર્ય કર્યું છે કે જે અન્ય માટે પ્રેરણા સ્ત્રોત બન્યું છે
પોરબંદરમાં લીમડા ચોક પાછળ રહેતા મોહનલાલ નવચંદ ટાકોચીયા નું છ મહિના પહેલા અવસાન થયું હતું ત્યારે આજે તેમના પત્ની મણી બહેને 50 વર્ષથી ભેગી કરેલ 12, 70,000 ની મૂડીમાંથી 12 લાખ રૂપિયા પોરબંદર સ્મશાન ભૂમિમાં દાન કરતા આ કાર્યને લોકોએ સરાહનીય ગણાવ્યું હતું

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!