ભાર વગરનુ ભણતર કે ભાર સાથેનુ ભણતર ? –

કિશન રાઠોડ
શાળાઓમાં બિનજરૂરી ચોપડાનો ભાર ઉપાડતા નાના બાળકો (વિધાર્થી)નો બોજો ઓછો કરો,મજૂરીએ જતા હોય છે તેમ દફતરનો ભાર ઉપાડે છે વિધાર્થીઓ – પોરબંદર NSUIભાર વગરનુ ભણતર છે કે પછી ભાર સાથેનુ ભણતર ?? શહેરની ઘણી સ્કુલોમાં નાના નાના બાળ જે ધોરણ ૧ થી ૭ માં અભ્યાસ કરતા હોય છે તે બાળકો શાળાએ ભણવા નહિ પરંતુ મજૂરી કરવા જતા હોય તે પોતાના દફતરનો બોજો ઉપાડીને જતા હોય છે. શિક્ષણ એ એક પાયો છે, બાળકોના જીવન ઘડતરનું એક અંગ છે પરંતુ તે શિક્ષણને યોગ્ય રીતે બાળકોને આપવામાં આવે તો તેમનો વિકાસ થાય છે. હાલ સવારે જ્યારે બાળકો શાળાએ જતા હોય છે ત્યારે બાળકો સાથે જે દફતર હોય છે તેમનો વજન બાળકો કરતાં ક્યારેય વધી જતો હોય છે, ધોરણ- ૧ થી ૫ જે બાળકો અભ્યાસ કરતા હોય છે તેમના દફતરનો ભાર આપણે જોઇએ તો બાળકો નીચાં વળી જતા હોય છે, કેમ કે દફતરનો ભાર જ એટલો હોય છે કે બાળકો તેમને વ્યવસ્થિત ઉઠાવી શકતા નથી. શાળાઓમાં જો વ્યવસ્થિત સમયપત્રક બનાવી જરૂરીયાત મુજબ જ બાળકોને પુસ્તકો કે નોટબુકો સાથે લાવવાનું કહે તો તેમનો ઘણો બોજો ઓછો થઇ શકે છે, કેમ કે આ બોજાને કારણે આ નાના બાળકો થાક પણ બહુ અનુભવતા હોય છે જેથી તેમનું ધ્યાન પણ ભણતર બહુ ઓછુ લાગે છે.. સરકાર એક બાજુ ભાર વગરના ભણતરની વાત કરે છે પરંતુ જ્યારે વહેલી સવારે બાળકોને સ્કુલે જતા જોઇએ છે તો એમ થાય છે કે ભાર વગરનુ ભણતર છે કે પછી ભાર સાથેનુ ભણતર એ પણ સવાલો મનમાં ઉદભવે છે. આજ રોજ વાલીઓની રજૂઆતના પગલે પોરબંદર NSUI એ ધ્યાને લઇને પોરબંદરની મહાત્મા ગાંધી ઇંગ્લિશ મિડિયમ સ્કુલ ખાતે પ્રિન્સિપાલ સમય રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, શાળામાં એક વ્યવસ્થિત સમયપત્રક બનાવામાં આવે જેથી બાળકોને વધુ ભાર સાથે પોતાનું દફતર લઇને રોજે આવાની ફરજ ના પડે, જે વાતને ધ્યાને લઇને મહાત્મા ગાંધી ઇગ્લિશ મિડીયમ સ્કુલના પ્રિન્સિપાલ ચાણક્ય સાહેબ દ્વારા યોગ્ય કરવાં ખાત્રી આપવામાં આવી હતી, તેમને શિક્ષકોના અભાવે હજુ સુધી સમયપત્રક બનાવ્યું નથી જેમને લઇને આવતા અઠવાડિયે પ્રવાસી શિક્ષકો સ્કુલમા આવ્યા બાદ તુરંત સમયપત્રક બનાવી વાલીએ જાણ કરી આપવામાં આવશે એ મુજબ જ બાળકો એ પોતાના દફતરમાં પુસ્તકો અને નોટબુકો લાવવાની રહેશે ગુજરાત પ્રદેશ NSUI મહામંત્રી કિશન રાઠોડ દ્વારા પોરબંદરની તમામ સ્કુલોને વિનંતી કરવામાં આવી હતી કે બાળકોને બિનજરૂરી જે પણ પુસ્તકો અને નોટબુકો હોય તેમને રોજે શાળાએ લાવવાનું કહેવામાં ન આવે સાથે સાથે એક વ્યવસ્થિત શાળાનું સમયપત્રક તમામ બાળકોને આપવાં આવે જેથી તેમની જરૂરીયાત મુજબ જ તે બાળક દફતરમાં લઇને આવે, વાલીઓને પણ એક નમ્ર અરજ કરી હતી કે આપ પણ જાગૃત થઈ આપના બાળકને જે સ્કુલમાથી સમયપત્રક આપવા આવ્યું છે તે મુજબ તે બાળકોને દફતર તૈયાર કરી આપવામાં આનને જેથી બાળક ભાર વગરનું ભણતર મેળવી શકે.. અન્યા એવી સ્થિતિ જોવામા મળે છે બાળકો પોતાનું દફતર સાચવી શકતો નથી જેથી પુરો દિવસ તે થાક અનુભવે છે. અને જોથી યોગ્ય ભણતર મેળવી શકતો નથી ગુજરાત પ્રદેશ NSUI મહાંમત્રી કિશન રાઠોડ,જયદિપ સોલંકી,ઉમેશરાજ બારૈયા,રાજ પોપટ,દિવ્યેશ સોલંકી,યશ ઓઝા,પાર્થ ઉનડકઠ,બિરજુ શિંગરખિયા સહિત હાજર રહ્યા હતા
