ભોરાસર સીમ શાળા રાણાવાવની ગ્રુપ અંડર 14 બન્ને ખો ખો ટિમ તાલુકા કક્ષાએ પ્રથમ

સ્પોર્ટ્સ ઓથરિટી ઓફ ગુજરાત આયોજિત અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી પોરબંદર સંચાલિત શાળાકીય રમત સ્પર્ધાઓ (સ્કૂલ ગેમ્સ) વર્ષ 2023-24 હાલ ચાલી રહી છે. આજ રોજ તા. 23.08.23 ને બુધવારના રોજ રાણાવાવ ના ભોદ ગામે ભાવના સ્કૂલ ઓફ સાયન્સ, ભોદ પાટિયા ખાતે એઈજ ગ્રુપ અંડર – 14, અંડર- 17, અંડર – 19 ની રાણાવાવ તાલુકા કક્ષા ખો ખો ભાઈઓ અને બહેનો માટે યોજાઈ ગઈ જેમાં શ્રી ભોરાસર સીમ શાળા રાણાવાવની ગ્રુપ અંડર – 14 ભાઈઓ અને ગ્રુપ અંડર – 14 બહેનો બન્ને તાલુકા કક્ષાએ પ્રથમ નંબર આવતા શાળાના આચાર્ય લાખાભાઈ ચુંડાવદરા અને એસ.એમ. સી. અધ્યક્ષ વિજયભાઈ જમરિયા એ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવેલ છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!