મહારાણી શ્રી બાલુબા કન્યા વિદ્યાલય ના સમારકામની પ્રક્રિયા શરૂ થઈ
પોરબંદરની મધ્યમાં આવેલ અને ખૂબ જ જૂની એવી કન્યાશાળા મહારાણી શ્રી બાલુબા કન્યા વિદ્યાલય સમય જતા ધીરે ધીરે જર્જરીત બની હોવાથી અંદાજિત પાંચ વર્ષ થી બાલુબા કન્યા વિદ્યાલય ની મુખ્ય અને મોટી ઇમારત બંધ હાલતમાં હતી.
આની જાણ બાલુબા ના ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓને થતા, તેઓએ બાલુબા એલ્યુમની એસોસિએશન ની રચના કરી અને લોકફાળા અને પોતે રકમ નાખી આ ઇમારત નું ફરીથી સમારકામ કરાવવાની એક નેમ લીધી,
અત્યંત જરુરિયાત મંદ પરિવાર ની દીકરીઓ જ્યાં વિના મૂલ્યે ભણે છે તે બાલુબા શાળા નું પરિણામ ખૂબ ઊંચું આવે છે. અંહી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક અભ્યાસ ક્રમ ઉપલબ્ધ છે.
આજ રોજ વડોદરા ની એક કંપની રૂબી એન્ડ રેડ દ્વારા અહી પેસ્ટ કન્ટ્રોલ નું કામ શરૂ કરવામાં આવ્યું,જે અતિ આધુનિક રીતે કરવામાં આવે છે.દવા અને પાણી તથા દવા અને તૈલી પદાર્થ નો રેશિયો આંતરરાષ્ટ્રીય ધારા ધોરણ અનુસાર કરવા માં આવી રહ્યો છે.ઉધઈ માટે અકસીર ટ્રીટમેન્ટ કરાશે.
તબ્બકાવાર આ પ્રક્રિયા શરૂ થશે.જેમાં ટ્રી ટ્રીમિંગ , અને આવતા અઠવાડિયા સુધી માં સંપૂર્ણ સમારકામ શરૂ થઈ જશે.
બાલુબા એલ્યુમની એસોસિયેશન દ્વારા આ કામ ખૂબ જ સારી રીતે પાર પડાશે તેવી ખાતરી સભ્યો એ આપેલી..
આજ રોજ સામાન્ય પૂજાવિધિ થી આ કામ શરૂ કરવા માં આવેલ.જેમાં શાળા મો સ્ટાફ ,મુખ્ય ઇજનેર પી.વી.ગોહિલ સાહેબ ,બાલુબા શાળા ના ભૂ.પૂ પ્રિન્સિપાલ શોભના બેન સામેની, પ્રિન્સિપાલ અરુણા બેન મારું, દુર્ગા બેન લાદીવાલા,નિધી શાહ, ભાવના બેન છેલાવડા તથા નૂતન બેન ગોકાણી ઉપસ્થિત હતા.