પોરબંદરની ધરા સૂરોથી ગુંજી ઉઠી : સફળતા પૂર્વક કરાઓકે સુપરસ્ટાર ઓપનગુજરાત સિંગિંગ કોમ્પિટિશનનું આયોજન
રોટરી ક્લબ ઓફ પોરબંદર, રોટરેક્ટ ક્લબ ઓફ પોરબન્દર તથા હાર્મની રાઓકે ક્લાસીસ દ્વારા મનન IVF હોસ્પિટલ, રાજકોટ ડો. નીતિન લાલ તથા ડો. રીના લાલના સહયોગથી થયું હતું આયોજન
ગત રવિવાર તા 12 જાન્યુઆરીના રોજ પોરબંદરના બિરલા હોલ ખાતે રોટરી ક્લબ ઓફ પોરબંદર, રોટરેક્ટ ક્લબ ઓફ પોરબન્દર તથા હાર્મની કરાઓકે ક્લાસીસ દ્વારા મનન IVF હોસ્પિટલના સહયોગથી ઓપન ગુજરાત કરાઓકે સિંગિંગ કોમ્પિટિશનનો ફાઇનલ રાઉન્ડ યોજવામાં આવ્યો હતો જેમાં ત્રણ વિવિધ ગ્રૂપમાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ત્રણે ગ્રૂપના વિજેતાઓને શિલ્ડ અને ઇનામ આપી સન્માનિત કરાયા હતા.
રોટરી ક્લબ ઓફ પોરબંદર, રોટરેક્ટ ક્લબ ઓફ પોરબન્દર તથા હાર્મની કરાઓકે
ક્લાસીસ દ્વારા છેલ્લા એક મહિનાથી કરાઓકે સિંગિંગ કોમ્પિટિશનની તૈયારીઓ
ચાલતી હતી જેમાં 1-15 વર્ષ, 16-35 અને 35 વર્ષથી વધુ વયના લોકો એમ કુલ
ત્રણ અલગ અલગ ગ્રુપમાં યોજાયેલી આ સ્પર્ધાની શરૂઆત ગત ડિસેમ્બર મહિનામાં
કરવામાં આવી હતી. સ્પર્ધાની શરૂઆતમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ તેમના
ઓડિયો-વીડિયો રેકોર્ડ કરી ઓડિશન માટે એન્ટ્રી મોકલવાની હતી જેમાં કુલ
125થી પણ વધુ એન્ટ્રીઓ આવી હતી. 125 માંથી કુલ 74 જેટલા સ્પર્ધકોને
સેમિફાઇનલ રાઉન્ડ માટે સિલેક્ટ કરવામાં આવ્યા હતા. આ તમામ 74 સ્પર્ધકો
વચ્ચે ગત રવિવારે તા. 12 જાન્યુઆરીના રોજ સવારે 11 વાગ્યાથી પોરબંદરના
બિરલા હોલ ખાતે સેમિફાઇનલ રાઉન્ડ પ્રારંભ થયો હતો. જેમાં 74 માંથી કુલ 33
સ્પર્ધકો ફાઇનલ રાઉન્ડ માટે સિલેક્ટ થયા હતા.
જેમાંથી ગ્રુપ 3(35 વર્ષથી ઉપરના)માં કુલ 17, ગ્રુપ 2(16-35 વર્ષ)માં 11
અને ગ્રુપ 1(1-15 વર્ષ)માં 5 જેટલા સ્પર્ધકો ફાઇનલ રાઉન્ડ માં સિલેક્ટ
થયા હતા. સેમિફાઇનલ રાઉન્ડ બાદ સાંજે 6 વાગ્યે 33 ફાઇનાલિસ્ટ સ્પર્ધકો
વચ્ચે સૂરોનો જંગ છેડાયો હતો. ફાઇનલ રાઉન્ડના પ્રારંભમાં પોરબંદરના
વર્તમાન ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને પૂર્વ ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા,
આ ઇવેન્ટના ટાઇટલ સ્પોન્સર ડો નીતિન લાલ (મનન IVF હોસ્પિટલ, રાજકોટ),
જાણીતા ઉદ્યોગપતિ કેતનભાઈ ગજ્જર, સમસ્ત ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળ,
છેલ્લા 4 વર્ષથી વૃદ્ધો સુધી મફત ટિફિન પહોંચાડવાની નિરંતર સેવા કરનાર
સેવાભાવી હિતેશભાઈ કારિયા, સૌરાષ્ટ્ર ઝોન લોહાણા મહાપરિષદના પ્રમુખ
ગોવિંદા ઠકરાર સહિતના મહાનુભાવોનું પુષ્પ ગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું.
આ તકે ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ તમામ સ્પર્ધકોને શુભેચ્છા
પાઠવી ભવિષ્યમાં ગાયકીમાં પોરબંદરનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી
હતી. ત્યાર બાદ કાર્યક્રમની શરૂઆત કરી ત્રણે ગ્રુપના સ્પર્ધકોએ સુરીલા
કંઠે અલગ અલગ ઝોનરના નવા-જુના ગીતો ગાઈ દર્શકોને સૂરોના તાલે ઝુમાવ્યા
હતા. ફાઇનલ રાઉન્ડ પૂરો થયા બાદ ત્રણે ગ્રુપમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય
વિજેતાઓને ઇનામ આપી સન્માનિત કરાયા હતા જેમાં નિર્ણાયકો મહેશભાઈ
બારોટ(ઉપલેટા), સોનલબેન થાપા(રાજકોટ) અને રાજુભાઈ ત્રિવેદી(રાજકોટ)
દ્વારા નિષ્પક્ષ નિર્ણય આપતા ગ્રુપ ત્રણમાં પ્રથમ ક્રમાંકે આનંદ વ્યાસ,
દ્વિતિય ક્રમાંકે જયેશ મણીયાર અને તૃતીય ક્રમાંકે સમીર ટાંક, ગ્રુપ બેમાં
પ્રથમ ક્રમાંકે સાહિલ ચુડાસમા, દ્વિતિય ક્રમાંકે રાણા મોઢવાડીયા અને
તૃતીય ક્રમાંકે ક્રુશા ગોરખીયા તથા ગ્રુપ એકમાં પ્રથમ ક્રમાંકે ધાર્મિક
ઢાકેચા, દ્વિતિય ક્રમાંકે મન્થન ચુડાસમા અને તૃતીય ક્રમાંકે કક્ષા
બારાડીયા વિજેતા થયા હતા. આ કાર્યક્રમ માં જાણીતા એડવોકેટ ભરતભાઈ લાખણી,
પોરબંદરના જાણીતા સેવાભાવી અને વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલ પ્રવીણભાઈ
ખોરવા, પોરબન્દર ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ જીગ્નેશભાઈ કારિયા,
ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સના અનિલભાઈ કારિયા, ડો સદાણીસાઇબ, ડો
સુરેશભાઈ ગાંધી, JCI ફાઉન્ડર પ્રેસિડેન્ટ લાખણશીભાઈ ગોરાણીયા, રાજેશભાઈ
લાખાણી, ધર્મેશભાઈ પરમાર, નિધિબેન મોઢવાડીયા, RJ મિલન, જિલ્લા યોગ બોર્ડ
કો ઓર્ડીનેટર કેતનભાઈ કોટીયા, ડીસ્ટ્રીકટ ચેમ્બર પ્રેસિડેન્ટ જતીનભાઈ
હાથી વિગેરે મહાનુભાવો એ હાજર રહી આ કાર્યક્રમ ની શોભામાં અભિવૃદ્ધિ કરી
હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા રોટરી ક્લબ ઓફ પોરબંદરના પ્રમુખ દિવ્યેશ સોઢા,
રોટરેક ક્લબ ઓફ પોરબંદરના તરફથી પ્રોજેક્ટ ચેરમેન ચિરાગ કારિયા, દિવ્યેશ
મેઘનાથી તથા હાર્મની કરાઓકે ક્લબ વતી રાકેશભાઈ ડાભી, વિનોદ વડેરા
‘કેપ્ટન’, તથા સંજય મણિયાર સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. તેમજ આ
સમગ્ર કાર્યક્રમનું સંચાલન એમ એચ ધડા (બેનામ) તથા નીરવભાઈ જોશી એ કર્યું
હતું.