પોરબંદરની જીએમસી સ્કૂલમાં દાદા-દાદી દિવસ ઉજવાયો
પોરબંદરની નામાંકિત જીએમસી સ્કૂલ માં ક્રિસમસ દિવસ નિમિતે દાદા-દાદી અને નાના-નાની દિવસની ઉજવણી કરવામાં આવેલ જેમાં બંગડી પહેરાવવી, રેમ્પવોર્ક, જેવી વિવિધ રમત-ગમતો પણ યોજાઈ હતી.
દાદા-દાદી એ ફેમેલીની લાઈફ લાઈન છે તે એકજ છે જેણે બે જનરેશનને એક સાથે બાંધી રાખી છે. તેઓ તેમના ભૂતકાળ અને કુટુંબ માટે વર્તમાનનું બલિદાન આપે છે. જીએમસી સ્કૂલ માં દર વર્ષે દાદા-દાદી અને નાના-નાની દિવસની ઉજવણી કરવામાં આવે છે. બાળકોએ દાદા-દાદી પર વક્તવ્ય, નાટક અને નૃત્ય કરીને બધાને પ્રેરિત કર્યા હતા. કેટલાક વડીલોએ દ્વારા પોતાના વીતેલા જમાના ના અનુભવો શબ્દો દ્વારા વ્યક્ત કર્યા અને શિક્ષકો અને વિદ્યાર્થીઓં પ્રેરિત થયા હતા. સાથો સાથ બાળકોએ પણ પોતાના દાદા-દાદી અને નાના-નાની સાથે ખુબ મજા કરેલ હતી. શાળા ના મેદાન વૃક્ષરોપણ કરી પર્યાવરણ જાગૃતિ નો બધાને સંદેશો આપેલ.
આ દિવસને બાળકો એ યાદગાર બનાવેલ હતો.
આ દાદા-દાદી અને નાના-નાની દિવસની ઉજવણીનું સુંદર આયોજન કરવા બદલ સંસ્થાના પ્રમુખ શ્રીવિમલજીભાઈ ઓડેદરા તેમજ ટ્રસ્ટીશ્રીઓએ જીએમસી સ્કૂલના આચાર્ય ડો. મીરા ભાટિયા મેડમ ને થતા સ્કૂલના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા અને પ્રોત્સાહિત કર્યા હતા.