પોરબંદર જિલ્લાના ૨૫૦૦ થી વધુ હેલ્થકેર વર્કર્સ તથા ૫૦૦થી વધુ ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો

જિલ્લામા ૬૦ વર્ષથી ઉપરના ૨૯૦૦ થી વધુ લાભાર્થીઓએ લીધી કોરોનાની રસી

પોરબંદર તા,૪.  પોરબંદર જિલ્લામાં તા. 1 માર્ચથી શરૂ થયેલાં કોરોનાની રસીકરણનો બીજો ડોઝ અભિયાનમા ૨૫૦૦ થી વધુ હેલ્થકેર વર્કર્સ તથા ૫૦૦થી વધુ ફ્રન્ટલાઈન વર્કર્સને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. પ્રથમ ડોઝ લીધેલા આ તમામ કર્મચારીઓએ એક મહિના બાદ કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો હતો. તથા ૬૦ વર્ષથી ઉપરના ૨૯૦૦ થી વધુ લાભાર્થીઓ તથા ૪૫ થી ૫૯ વર્ષના ગંભીર બીમારી ધરાવતા ૩૫૦થી વધુ લાભાર્થીઓએ કોરોનાની પ્રથમ રસી મુકાવીને અન્યને રસી મુકાવવા અપીલ કરી હતી.

         પોરબંદર જિલ્લામાં હેલ્થ કેર વર્કર્સ તથા ફ્રન્ટલાઈન વર્કર્સે કોરોનાની રસીનો પ્રથમ ડોઝ મુકાવ્યાને એક મહીના બાદ પહેલી માર્ચથી બીજો ડોઝ મુકવવાની શરૂઆત થતાં જ જિલ્લામા પ્રથમ ડોઝ લીધેલા કર્મીઓએ કોરોનાની રસીનો બીજો ડોઝ મુકાવ્યો હતો. 

        આ ઉપરાંત સરકારની સુચના મુજબ ૬૦ વર્ષથી ઉપરના લાભાર્થીઓને પોરબંદર જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, સરકારી હોસ્પિટલ તથા ખાનગી હોસ્પિટલમાં કોરોનાની રસી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત ૪૫થી ૫૯ વર્ષના ગંભીર બીમારી ધરાવતા લાભાર્થીઓને પણ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવી રહ્યો છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!