સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્રારા જિલ્લામા મહાપુરુષોની પ્રતિમાની સફાઇ કરી ફૂલહાર પહેરાવવામા આવ્યા
પોરબંદર તા,૪. સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોડઁ પોરબંદર દ્વારા પોરબંદર, રાણાવાવ તથા કુતિયાણા ખાતે મહાપુરુષોની પ્રતિમાઓની સાફ સફાઇ કરી પ્રતિમાને ફૂલહાર પહેરાવવામા આવ્યા હતા. જેમા પોરબંદર ખાતે મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ મહાપુરુષની પ્રતિમાની સફાઇ કરી ફૂલહાર પહેરાવવામા આવ્યા હતા. કાર્યક્રમમા પોરબંદર જીલ્લા સંયોજક મહેશભાઈ ગઢવી, રમત ગમત અધિકારી રસીકભાઈ મકવાણા, નગર સંયોજક હિતેશભાઈ દાસાણી, રાહુલભાઈ રાજાણી નગર સહ સંયોજક વિજયભાઇ કિશોર ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત રાણાવાવમાં ખાતે પણ મહાપુરુષોની પ્રતિમાની સફાઈ અને માલ્યાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાણાવાવ તાલુકા સંયોજક યોગેશભાઈ બાપોદરા, રાણાવાવ નગર સંયોજક કપિલભાઈ રામદત્તી. તથા બાબુભાઈ ચૌહાણ, બિપીનભાઈ કરથિયા કારાભાઈ મોઢવાડીયા, તેમજ નવયુવાનો જોડાયા હતા. તથા કુતિયાણા ખાતે ભારતમાતા મંદિરમાં ભારત માતાની પ્રતિમા તથા સ્વામી વિવેકાનંદની પ્રતિમાની સફાઈ તથા માલ્યાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કુતિયાણાના તાલુકા સંયોજક ગોવિંદભાઈ બારીયા, ચેતનભાઇ લીલા તથા નગર સંયોજક કપિલ મહેતા જોડાયા હતા