9 ઓક્ટોબર – વિશ્વ પોસ્ટ દિવસ

વર્લ્ડ પોસ્ટ ડે વિશ્વ ટપાલ દિવસ દર વર્ષે 9 ઓક્ટોબરે લોકો અને વ્યવસાયો માટે ટપાલ ક્ષેત્રની ભૂમિકા વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે.

1874માં યુનિવર્સલ પોસ્ટલ યુનિયન (UPU) ની રચનાની વર્ષગાંઠ નિમિત્તે ટોક્યોમાં 1969ની યુનિવર્સલ પોસ્ટલ કોંગ્રેસ દ્વારા આ ઇવેન્ટની જાહેરાત કરવામાં આવી હતી.

એક સમયમાં જ્યારે કબુતરની ચાચમાં કે પક્ષીઓ થકી એક પ્રદેશથી બીજા પ્રદેશમાં કાગળ મોકલવામાં આવતો, ત્યાર પછી પોસ્ટલ વિભાગ અને ત્યાર પછી કુરીયર વિભાગની શરુઆત, હવે તો આજના સમયમાં આપણે ઈમેલ અને વહોટ્એપનો ઉપયોગ કરીને તમામ લેખ, વાત, સંદેશ બીજાને મોકલતા થયા છે,

આ ટપાલ યુગની કલ્પના કરો કે જ્યારે કોઈ ઈન્ટરનેટ જેવી સુવિધા,વોટસઅપ જ નહોતું યારે સમગ્ર વિશ્વમાં ટપાલ થકી પોતાની વાતો ,લાગણીઓ કે કાર્યોના વાતની આપલે કરવામાં આવતી હતી, ટપાલ શબ્દ સાંભળતા જ આજની પેઢીને તો નવાઈ લાગે, ત્યારે આજે 9 ઓક્ટોબર એટલે કે વિશ્વ ટપાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.સંદેશાની આપલેનું મૂળ તો ટપાલ કહેવાય.

“કેટલી રહા જોવી પડતી હશે એ ટપાલના યુગમાં ! આજે એક મેસેજનો રિપ્લાય તરત ન આવતા દરેક સંબધો ન વિચારવાનું વિચારવા લાગી જાય છે.” ટપાલના જમાનાની યાદ તાજી કરતા આવા કેટલાય મેસેજ આપણે વોટ્સએપમાં ચોક્ક્સ વાંચ્યા હશે. ટપાલ, ટપાલ-ટિકિટ, પરબિડિયું, ટપાલપેટી અને પોસ્ટ ઓફિસ વર્ષોથી આપણે ત્યાં વાર્તા, નવલકથા, કવિતા, સાહિત્ય, ફિલ્મ અને ગીતોમાં જોવા મળ્યા છે.

૯ ઓક્ટોબરે વિશ્વ ટપાલ દિવસ ઉજવવામાં આવે છે. ટપાલ વર્ષોથી સંદેશા-વ્યવહારનું માધ્યમ રહ્યું છે. ભારતમાં ટપાલ વિભાગ દ્વારા લોકોને રજીસ્ટર્ડ ટપાલ, પાર્સલ અને બચત યોજનાઓની વિવિધ સુવિધા પુરી પાડવામાં આવે છે. ભારતમાં ટપાલ સેવાની શરુઆત બ્રિટિશ ઇસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા ઈ.સ. ૧૭૬૪ માં મુંબઇથી થઇ અને ઈ.સ. ૧૮૫૪માં ભારતમાં ટપાલ ટિકિટનો ઉપયોગ શરુ થયો હતો. નવી સગાઈ થયેલ હોય, પછી લાગણીથી તરબોળ પત્ર ની રાહ જોવી,નવી નોકરી લાગી હોય..ને પત્ર લખ્યો હોય માતા પિતા ની ચિંતા સાથે આતુર તા થી પત્ર ની રાહ.હોસ્ટેલ માં ભણતા હોય ,પિતા એ મોકલેલ મની ઓર્ડર ની રાહ, નોકરી ની અરજી કરી હોય..તે જવાબ ની રાહ, ટેલીગ્રામ આવ્યો છે..સાંભળ તા જ ચિંતા ..પોસ્ટ મેન ને દિવાળી ની ભેટ, સારા સમાચાર માં પોસ્ટ મેન ને ભેટ, આવી અનેક સુમધુર યાદો,દર્દ હાલ ની વોટસઅપ,ઇમેઇલ પેઢી ને ક્યાંથી ખબર હોય.
હાલ માં પણ પોસ્ટ ખાતા ને ઘણા લોકો કોસે છે.પણ આખા ભારત ના ખૂણે ખૂણે પોસ્ટ ઓફિસ છે.દૂર અંદર ના ગામો, જંગલ ,હિમાલય ના ગામ માં પોસ્ટ ઓફિસ છે, નેશનલ ઈન્ટરનેશનલ પારસલ ના દર પ્રયવેટ કુરિયર કરતા એક દમ નજીવા છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!