પોરબંદરમાં એજ્યુકેશન ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર ફારૂકભાઈ સુર્યાનું અમદાવાદમાં અભિવાદન

*ઇસ્લામિક એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ સમારોહ માં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ના હસ્તે એવોર્ડ એનાયત*

*ફારૂકભાઈ સુર્યા ઉપર અભિનંદન ની વર્ષા*

પોરબંદરમાં એજ્યુકેશન ક્ષેત્રે શાનદાર કામગીરી કરનાર ફારૂકભાઈ સુર્યાનું અમદાવાદમાં અભિવાદન કરવામાં આવ્યું હતું. ઇસ્લામિક એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ સમારોહ માં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ના હસ્તે એવોર્ડ એનાયત થતા ફારૂકભાઈ સુર્યા ઉપર અભિનંદન ની વર્ષા થઇ રહી છે.
ગાંધી હોલ સરખેજ ખાતે એજ્યુકેશન અને મેડિકલ ક્ષેત્રે અમૂલ્ય સમાજ સેવા આપતા કર્તવ્યશીલો ને એવોર્ડ આપી સન્માનિત કરવાનો ભવ્ય કાર્યક્રમ ઇસ્લામિક એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવ્યો હતો. જેમાં પોરબંદરમાં રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સેવાકીય પ્રવૃત્તિ માં સદાઅગ્રેસર મુસ્લિમ સમાજ માં શેક્ષણિક ક્રાંતિ ના પ્રણેતા મ્યુ. કાઉન્સિલર ફારૂકભાઈ સૂર્યા કે જેઓ બે દાયકા કરતા વધુ સમય થી વી. જે. મદ્રેસા સ્કૂલ નું સફળતાપૂર્વક સંચાલન કરી ને સમાજ માં શેક્ષણિક ક્રાંતિ લાવી ને વી.જે. મદ્રેસ્સા મેનેજીંગ બોર્ડ ના ઓન. સેક્રેટરી તરીકે મદ્રેસ્સા સંકુલ ના વિકાસ, વિસ્તાર અને સમય પ્રમાણે વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ ને આધુનિક ટેકનોલોજી દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તે માટે સતત પ્રયાસો કરનાર જનાબ ફારૂકભાઈ સૂર્યા એ વિદ્યાર્થીઓ ને આધુનિક ટેકનોલોજી થી ઊંચું શિક્ષણ અને ઇસ્લામી અખલાક મળી રહે તે ઉપર વધુ ભાર મુક્યો છે. સાથે સાથે વી.જે. મદ્રેસ્સા ના બિલ્ડીંગ ના વિકાસ વિસ્તાર અને જરૂરી સુવિધા માં વધારો કરી સ્કૂલને સી.સી. ટીવી કેમેરા થી સુસજ્જ બનાવી ને વિદ્યાર્થીઓ ના અભ્યાસ ની પળે પળ ની માહિતી ઉપર નજર રાખી રહ્યા છે. એટલું જ નહિ પરંતુ હનીફા સતાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ખિદમત એ ખલ્ક ગ્રુપ ના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે શાનદાર કામગીરી કરી રહ્યા છે તેમજ તેઓ ઑલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશન માં સૌરાષ્ટ્ર ઝોન ના ઉપ પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે અને halt વર્ડ મેમણ ઓર્ગેનાઇઝેશન ના ગવર્નિંગ બોર્ડ માં મહત્વનું સ્થાન ધરાવે છે. અગાઉ જેસીઆઈ ના પ્રમુખ પણ રહી ચુક્યા છે. આ તમામ હોદાઓ અને સંસ્થાઓ ના માધ્યમ થી માત્ર અને માત્ર સમાજ સેવા ના એક માત્ર ઉદેશ સાથે અનેકવિધ સામાજિક, સેવાકિય, શૈક્ષણિક પ્રવૃતિઓ કરી રહ્યા છે. તેમની આ કામગીરીની નોંધ લઈ ને આ એવોર્ડ માટે પસંદગી પામતા અમદાવાદમાં ઇસ્લામિક એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ના હસ્તે એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ એવોર્ડ દરમિયાન મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, પૂર્વધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સહીત સ્થાનિક અને ગુજરાતભર ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Please follow and like us:
Spread the love
CATEGORIES
TAGS

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!