Bhagyesh jha speech at somnath shri Ahalya bai hollar 300 janmstabdi yu…

સોમનાથમાં પુણ્યશ્લોકા દેવી અહલયાબાઈ હોલકરની ત્રણસોની જન્મ જયંતી નિમિત્તે યુવા સંમેલન યોજાયું

પુણ્ય શ્લોકા દેવી અહલ્યા બાઈ હોલકર ની 300 મી જન્મ જયંતી 31 મે 2024 થી શરૂ થઈ છે તેમનું જીવન ભારતીય ઇતિહાસનો સુવર્ણ ઉત્સવ છે ગ્રામીણ પૃષ્ઠભૂમિ ધરાવતી એક સામાન્ય પરિવારની છોકરીથી લઈ અસાધારણ શાસક સુધી તેણી ની જીવનયાત્રા આજે પણ પ્રેરણાનો મહાન સ્ત્રોત છે પરિશ્રમ સાતગી ધર્મ પ્રત્યે સમર્પણ વહીવટી કાર્ય ક્ષમતા દૂરંદેશી અને ઉજવળ ચારિત્ર નું તે અનોખું ઉદાહરણ હતા તેમની જન્મ શતાબ્દીના 300 વર્ષની ઉજવણીના ભાગરૂપે આ તારીખ 12 જાન્યુઆરી 2025 રવિવારના રોજ સવારે સોમનાથમાં અતિથિગૃહ ખાતે યુવા સંમેલન યોજાયું હતું જેમાં અલગ અલગ પ્રાંતમાંથી અનેક પ્રતિભા સંપન્ન યુવાનોએ ઉપસ્થિત રહી મુખ્ય વક્તા જાણીતા લેખક નિવૃત્ત કલેકટર ભાગ્યેશ જહાના વક્તવ્યનો લાભ લીધો હતો.

કાર્યક્રમના પ્રારંભમાં ઉપસ્થિત યુવાનોએ સાંઘી ગીત આપણા પ્રત્યેક પગલે રાષ્ટ્રનું યશગાન છે એ જ હો સંકલ્પ સમૂહ નો એ જ બસ અભિમાન છે નું ગાન કર્યું હતું ત્યારબાદ ઉપસ્થિત અતિથિ લેખક ભાગ્યેશ જહા તથા નિવૃત્ત સેના અધિકારી કેપટન મીરા દવે, શસ્ત્ર ઉદ્યોજક પ્રીતિ પટેલ તથા સોમનાથ ટ્રસ્ટ ના મેનેજીંગ ટ્રસ્ટી વિજયસિંહ ચાવડા ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી . અને એક ઓડિયો વિઝ્યુઅલના માધ્યમથી પુણ્ય શ્લોકા દેવી શ્રી અહલ્યાબાઈ હોલકર ની જીવન સંઘર્ષ ગાથા રજૂ કરતી ડોક્યુમેન્ટરી બતાવવામાં આવી હતી
ત્યારબાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘચાલક ડોક્ટર મોહન ભાગવત દ્વારા વિડીયો સંદેશ રજૂ કરાયો હતો જેમાં અહલ્યા બાઈ હોલકર યુવાનો માટે પણ આદર્શ રૂપ છે તેમ જણાવ્યું હતું ત્યારબાદ પ્રથમ વક્તા પ્રીતિબેન પટેલે તેમના વક્તવ્યમાં અહલ્યબાઇ હોલ કરને ઉચ્ચતમ જ્ઞાનનું પ્રતીક અને ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ સ્થિત પ્રજ્ઞાની સ્થિતિ સ્વરૂપ ગણાવ્યા હતા. તેમનામાં લીડરશીપ વેલ્ફેર અને રીલીજીયસ ઇન્ફાસ્ટ્રક્ચર ,નેશનલ પ્રાઇડ ,અને સ્પીરીચ્યુલ ગ્રોથ ઓફ પોપ્યુલેશન ના ગુણો શીખવા જેવા છે અને ડીપ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ પીપલ નીડ પણ સમજવા જેવા છે.પતિ ,પુત્ર અને સસરા ના મૃત્યુ બાદ તેમની સેના માં ત્રણ બંદૂક હતી ત્યાર બાદ શસ્ત્રો નું ઉત્પાદન કર્યું અને 7 કિલ્લા ઓ પણ બંધાવ્યા હતા.500 જેટલી મહિલાઓની સેના તૈયાર કરી હતી.તેઓને જે નથી મળ્યું તે રાષ્ટ્ર ને આપ્યું છે. દેશના અનેક તીર્થ સ્થાનો ના વિકાસ કાર્યમાં તેમનો સિંહ ફાળો છે.ત્યારે અહલ્યાબાઈ ના જીવન માંથી આપણે પણ નિષ્ઠા હિંમત, કરુણા, સાથે વિકસિત ભારત બનાવવા નો સંકલ્પ કરીએ તેમ જણાવ્યું હતું.
જ્યારે અન્ય વક્તા નિવૃત્ત સેના અધિકારી કેપ્ટન ડોક્ટર મીરા દવે યુવાનોના સંબોધતા જણાવ્યું હતું કે બાળક માના ગર્ભથી શીખે છે આજે ભાવુક ક્ષણછે કે જ્યાંથી મારા શિક્ષણની શરૂઆત થઈ ત્યાંથી આ સમારોહ છે 1025 માં સોમનાથ પર ગજનીએ હુમલો કર્યો હતો અને એ સૌથી લોહી લુહાણનો સમય હતો એ સમય હજાર વર્ષ પૂર્વે 13 મો આક્રમણ ગજનીએ સોમનાથ પર કર્યું હતું અને નરસંહાર કર્યો હતો લેખક વેલ ડુરાંગ લખે છે કે 15 ફૂટ નું શિવલિંગ 3 ફૂટ જમીન નીચે હતું . આમ ગજનીની માનસિકતા સભ્યતા હલાવી હોય તો સંસ્કૃતિ પર આક્રમણ કરો તેવી હતી પોતાના જીવનમાં લોકમાતા અહલ્યાબાઈએ ઈશ્વર કાર્યમાં ઓતપ્રોત થઈ રાષ્ટ્ર માટે સમર્પિત થયા શિવકામિની બની ધર્મની ફરી સંસ્થાપના માટે તેનો જન્મ થયો હતો હું તો તેને હોલી કવિન કહું છું. તેને ઘણું દુઃખ જોયું પતિ,પુત્ર ,સસરા ના મૃત્યુ પછી હમેશા વિદ્યાર્થી રહી અને શીખતી રહી આજુબાજુના રાજ્યોની નજર તેના રાજ્ય પર પડી અને લોકમાતા એ પત્ર લખ્યો માલવાની સુબેદારી હવે લેવી જોશે આ લીડરની વાત છે. અને તેને મહિલાઓની તૈયાર કરી હતી પત્રમાં એવું પણ લખ્યું હતું કે તમે શીપ્રા નદી પાર કરો તે પહેલા તમારે અમારી મહિલા સેના સામે લડવું પડશે અને તમે જીતો તો અલગ વાત છે પરંતુ જો તમે હારશો તો રઘુનાથ રાવ મહિલા સેના સામે હાર્યો તેવું લાગશે આ વાંચીને જ રઘુનાથ રાવ બોલી ઉઠ્યા કે આ અબલા નારી નથી આ તો શેરની છે તેવું પત્ર વાંચીને જ પ્રતીતિ થાય છે. એ સમયે ભારતના અલગ અલગ 13 રાજ્યોમાં તેના દૂત હતા. બે બાબતો ખાસ ધ્યાન રાખવી પડે કે જેનાથી તમે લીડર બની શકો છો કે જીવનમાં અનુકરણી થઈ જીવન બદલી શકો છો અને લીડર બની શકો છો જે રીતે હું આર્મી ઓફિસર છું પણ જે રીતે હું તિલક કરું છું બંગડી અને રુદ્રાક્ષ ધારણ કરું છું એટલી જ રીતે એકે ફોર્ટી સેવન પણ ચલાવી શકુ છું.
બીજી વાત આ મારું રાષ્ટ્ર છે એની રક્ષા કરવી એ મારું  કર્તવ્ય છે આપ સૌની જીમેંદારી છે કે રાષ્ટ્રની રક્ષા કરવી આંતરિક સુરક્ષાની જવાબદારી આપણા દેશના આંખ કાન બનીને મારી આજુબાજુ થાય છે તે મારા રાષ્ટ્ર માટે અનુચિત તો નથી ને આમ સતર્ક રહેવાની સૌથી મહત્વની વાત છે. ત્યારબાદ ના વક્તા ભાગ્યેશ જહાએ યુવાનોને સંબોધન કરી વાતાવરણ પ્રેરણાત્મક બનાવી દીધો હતો જુઓ.વિડીઓ  અને ત્યારબાદ પ્રશ્નોત્તરી યોજાઈ હતી અને યુવાનોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રસાદ અર્પણ કરાયો હતો.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!