પોરબંદર નજીક બીચ ડેવલોપ કરી ત્યાં ગાંધીજીની વિશાળ પ્રતિમા સાથે આંતરાષ્ટ્રીય કક્ષાનું રાષ્ટ્રીય મેમોરીયલ બનાવવા રજુઆત કરતા મોઢવાડીયા
ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ મુખ્યમંત્રીશ્રી અને પ્રવાસન મંત્રીને પત્ર લખી પોરબંદર બીચ ડેવલોપ કરી ત્યાં મહાત્મા ગાંધીની વિશાળ પ્રતિમા સાથે આંતરાષ્ટ્રીય કક્ષાનું રાષ્ટ્રીય મેમોરીયલ બનાવવા રજુઆત કરી
પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રવાસન ઉદ્યોગ મંત્રી મુળુભાઈ બેરાને પત્ર લખીને પૂજ્ય મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરનો પ્રવાસનધામ તરીકે વિકાસ કરવા રજુઆત કરી છે. જે માટે ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ મુખ્યમંત્રી પોરબંદર નજીક બીચ ડેવલોપ કરી ત્યાં મહાત્મા ગાંધીની વિશાળ પ્રતિમા સાથે આંતરાષ્ટ્રીય કક્ષાનું રાષ્ટ્રીય મેમોરીયલ બનાવવા રજુઆત કર છે. ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પત્રમાં જણાવ્યું છે કે પોરબંદર મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે. મહાત્મા ગાંધી વિશ્વવિભૂતિ હોવા છતાં તેમના જન્મસ્થળનો યોગ્ય વિકાસ થયો નથી. દેશ વિદેશના અનેક મહાનુભાવો અને પ્રવાસીઓ મહાત્મા ગાંધીના જન્મસ્થળ ઉપર આવે છે, પરંતુ જન્મ સ્થળ આસપાસની સ્થિતિ જોઈએ આ પ્રવાસીઓ નિરાસા સાથે પરત જાય છે.
અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીના જન્મ દિવસને સમગ્ર વિશ્વમાં અહિંસા દિવસ તરીકે મનાવવામાં આવે છે. ગુજરાતના સ્થાપના કાળથી મુખ્યમંત્રીશ્રી મહાત્મા ગાંધીના જન્મ દિવસે પોરબંદર કિર્તિ મંદિર ખાતે યોજાતી પ્રાર્થના સભામાં હાજરી આપી સમ્માન આપે છે. ત્યારે મહાત્મા ગાંધી જન્મ સ્થળ-કોરીડોરના વિકાસ માટે સરકારે ખાસ પ્રયત્નો કરવા જોઈએ. શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સરકારને સુચન કર્યુ છે કે અત્યારે મહાત્મા ગાંધીનું જન્મ સ્થળ કેન્દ્ર સરકારના ASI હસ્તક છે. જ્યારે કસ્તુરબા ગાંધીનું જન્મ સ્થળ રાજ્ય સરકારના આર્કોલોજીકલ વિભાગ હસ્તક છે, ત્યારે આ બન્ને સ્થળનું એક સળંગ કોમ્પલેક્ષ બનાવી અમદાવાદના ગાંધી આશ્રમની જેમ વિકાસ કરવો જોઈએ. આ ઉપરાંત શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે જન્મ સ્થળ કોમ્પલેક્ષ જુનુ સેક્રેટરીટ બિલ્ડીંગ જે હાલ ખાલી પડેલ છે અને જુના દરબાર ગઢને સાંકળીને મ્યુઝિયમ સહિતની વ્યવસ્થા બનાવવી જોઈએ. તેમજ પોરબંદર નજીક બીચ ડેવલોપ કરી ત્યાં મહાત્મા ગાંધીની વિશાળ પ્રતિમા સાથે આંતરાષ્ટ્રીય કક્ષાનું રાષ્ટ્રીય મેમોરીયલ બનાવવુ જોઈએ.