જીએમસી સ્કૂલ માં આજે વેલકમ નવરાત્રી 2023 નું આયોજન
જીએમસી સ્કૂલ માં આજે વેલકમ નવરાત્રી 2023 નું આયોજન કરવામાં આવેલ હતું. આદ્ય શક્તિ માઁ જગઅંબે માતાજી ની પૂજા અર્ચના કરવામાં આવેલ જેમાં જીએમસી સ્કૂલ ના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા, ટ્રસ્ટી દેવાભાઇ ભૂતિયા, ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પ્રતાપભાઈ ઓડેદરા થતા પ્રિ સ્કૂલ ના નાના ભૂલકા થી લઇ ઘોરણ 12 સુધી ના બાળકો અને શિક્ષકો દ્રારા મા અંબે ની આરતી કરવામાં આવેલ ત્યાર બાદ બાળકો એ મન મૂકીને ગરબા ની રમઝટ શરૂ કરવામાં આવેલ તેમાં પ્રિન્સ અને પ્રિન્સેસ, વેલડ્રેસીસ તેમજ દરેક ક્લાસ માંથી વિજેતા જાહેર કરવામાં આવેલ હતા અને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા તેમજ નિર્ણાયક તરીકે મનીષા વાળા, અર્ચિતા હંસોલા, અવનીતા વાજા, આશિયાના પોપટીયા, હેતલ જુંગી એ સુંદર કામગીરી કરેલ હતી ટ્રસ્ટી ખીમાભાઇ રાણાવાયા
મહેર મહિલા વિકાસ મંડળ ના પ્રમુખ રમાબેન ભૂતિયા , હીરાબેન રાણાવાયા દેવીબેન ભૂતિયા,મંજુબેન કારાવદરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર કાર્યકમ નું આયોજન સફળ બનાવવા સ્કૂલ ના શિક્ષકો થતા એડમીન સ્ટાફે ભારે જહેમત ઉઠાવેલ હતી.
પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા થતા ટ્રસ્ટી દેવાભાઇ ભૂતિયા, ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પ્રતાપ ભાઈ ઓડેદરા એ બાળકો અને વાલીગણ થતા શિક્ષકોને નવરાત્રી ની હાર્દિક શુભકામના પાઠવવા માં આવેલ.