ભોરાસર સીમ શાળા રાણાવાવ એ ખો ખો માં રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું

પ્રાર્થના વિદ્યાલય મોડાસા ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત રાજ્ય આયોજિત અને જિલ્લા રમત ગમત અધિકારીશ્રી અરવલ્લી સંચાલિત રાજ્ય કક્ષાની ખો ખો હરીફાઈ યોજાઈ ગઈ જેમાં તા. 21.10.23 ના રોજ બહેનો અને તા. 23.10.23 ના રોજ ભાઈઓની ખો ખો અંડર 14 નો રમતનું આયોજન થયેલ હતું. જેમાં ભોરાસર સીમ શાળાની કુમાર અને કન્યાની બન્ને ટીમ એ પોરબંદર જિલાનું પ્રતિનધિત્વ કરી શ્રેષ્ઠ પ્રદર્શન કરેલ છે. કુમારની ટીમ સેમી ફાઈનલ સુધી પહોંચેલ છે.
ખો ખો કન્યામાં શ્રી ભોરાસર સીમ શાળાની ઘુમલિયા પૂજા, બાપોદરા નીલમ, ઓડેદરા દિયા, ઓડેદરા બંસરી, જોષી પ્રાચી, જોષી આસ્થા, કુછડિયા અશ્મિ, ભૂવા ઉર્વશી, બાપોદરા ધારા, ભૂવા પિયા, ટુકડિયા નેહલ, ટુકડીયા વેદિકા એ ભાગ લીધેલ છે
જ્યારે ખો ખો કુમાર માં જોષી અંકિત, કટારીયા અર્જુન, શિંગડીયા રવિ, ડામરા અવિનાશ, ચુંડાવદરા પાર્થ, મોકરિયા વરુણ, મોકરિયા પ્રદીપ, જમરિય પ્રતીક, જોષી અર્પિત, બાપોદરા વિરાજ, એરડા નૈતિક, મરદનીયા વિરાટ એ ભાગ લીધેલ છે.
બન્ને ટીમને આચાર્ય લાખાભાઈ ચુંડાવદરા અને શાળા વ્યવસ્થાપન સમિતિ શ્રી ભોરાસર સીમ શાળા રાણાવાવના અધ્યક્ષ શ્રી વિજયભાઈ જમરીયા, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી ડૉ. જિલડીયા સાહેબ, જિલા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી કણસાગરા સાહેબ અને સમગ્ર એસ.એમ. સી.ના સભ્યો, વાલીઓ, ભોરાસર સીમ વિસ્તારના આગેવાનોએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવેલ છે.
અત્રે નોંધનીય છે કે શ્રી ભોરાસર સીમ શાળા રાણાવાવ છેલ્લા 4 વર્ષથી ખેલ મહાકુંભ અને બીજી કોઈ પણ રીતે આયોજિત રમતોમાં ખો ખો માં કુમાર અને કન્યા બન્ને જિલાએ વિજેતા જ હોય છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!