જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલના વરદહસ્તે ‘ પ્રાધ્યાપક ડૉ.નયન ટાંકનું અચલા અધ્યાપક સન્માન થી બહુમાન

ગુરુકુલ મહિલા કોલેજ, પોરબંદર ના અંગ્રેજીના પ્રાધ્યાપક ડૉ.નયન ટાંકનું અચલા એજયુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ ના વરદહસ્તે ‘ અચલા અધ્યાપક સન્માન ‘ થી બહુમાન.
શિક્ષણ ક્ષેત્રમાં કાર્યરત અચલા એજયુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ અમદાવાદ જેનું અચલા સામાયિક શિક્ષણને સમર્પિત, શિક્ષણજગતનું માર્ગદર્શક તથા પ્રેરણાદાયી સામાયિક તરીકે પ્રસિદ્ધ હોય તે સંસ્થા દ્વારા એમના મેનેજિંગ ડાયરેક્ટર ડો.મફતલાલ પટેલ તથા મેનેજિંગ કમિટીના માર્ગદર્શન હેઠળ શિક્ષણ અને સામાજિક રીતે કાર્યરત ઉત્સાહી અને પ્રેરણાદાયી અધ્યાપકોને સન્માન આપતો એક સુંદર કાર્યક્રમ જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાજીના વરદ હસ્તે એસ.જી.વી.પી.ગુરુકુળના સંસ્થાપક અને અધ્યક્ષ પૂજ્ય માધવપ્રિયદાસજી તથા ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહા તથા મહામાત્ર ડૉ.જયેન્દ્રસિંહ જાદવ તથા પદ્મશ્રી અને પત્રકાર જગતના વિદ્વાન શ્રી દેવેન્દ્ર પટેલ અને શ્રી અનાર પટેલ તથા ગુજરાતના શિક્ષણજગતના વિદ્વાનો, શિક્ષકો અને વિધ વિધ ક્ષેત્રના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત સાહિત્ય અકાદમી,ગાંધીનગર અને અચલા એજયુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ ના સંદર્ભમાં ભારતીય ભાષાઓ અને સાહિત્યનું શિક્ષણ વિષય ઉપર યોજાયેલા એક રાષ્ટ્રીય પરિસંવાદના સમાપન સમારોહ દરમ્યાન ‘અચલા અધ્યાપક સન્માન’ સમારોહ યોજાયો હતો જેમાં ગુરુકુલ મહિલા કોલેજના અંગ્રેજી વિષયના પ્રાધ્યાપક ડો.નયન ટાંકને ‘અચલા અધ્યાપક’ સન્માન થી બહુમાન કરવામાં આવ્યું હતું.આ સન્માન એ ગુરુકુલ મહિલા કોલેજ માટે ગૌરવ પૂર્ણ ઘટના છે.
ડૉ.નયન ટાંક બે બે દાયકાથી અંગ્રેજી ભાષા અને સાહિત્ય યુ.જી. તથા પી.જી. માં ભણાવી રહ્યા છે તથા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પી.એચ. ડી.ના ગાઈડ તરીકે તેઓના માર્ગદર્શન હેઠળ ત્રણ વિદ્યાર્થીઓ પી.એચ. ડી ની પદવી પણ પ્રાપ્ત કરેલી છે.આ સાથે તેઓએ વીસ થી વધુ સંશોધન પત્રો અને ત્રણ પુસ્તકો પ્રસિધ્ધ થયેલા છે અને તેઓએ અનેક આંતર રાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સેમિનારમાં પેપર રજૂ કરેલા હોય તથા તજજ્ઞ તરીકે પણ સેવા આપી પોતાની શેક્ષણિક યાત્રા ની ગતી પ્રગતિ કરી રહ્યા છે અને આ સાથે સામાજિક ઉત્તરદાયિત્વ ભાગરૂપે તેઓ ઇન્ડીયન રેડ્ક્રોસ સોસાયટીમાં યુથ રેડક્રોસ ના જિલ્લા સંયોજક તરીકે તથા અનેક સેવાભાવી સંસ્થાઓ જેવીકે માહી ગ્રુપ, તિરુપતિ સેવા, સ્વસ્તિક ગ્રુપ અને ડીવાઇન પરિવાર તથા પુના સ્થિત આંતરરાષ્ટ્રીય સંસ્થા માઈન્ડ ઓવર મેટર અને મદ્રાસ સ્થિત ધ યુનાઈટેડ યુથ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ના કોલેજ સંયોજક તરીકે કાર્યરત છે. આ ઉપરાંત તેઓએ એન.એસ.એસ.પ્રો ઓફિસર તરીકે વીસ વીસ વર્ષો સુધી સતત અને એકધારી સેવા આપી અનેક સામાજિક તથા સરકારી યોજનાઓ ને લોકો સુધી પહોંચાડવા કાર્ય કરેલું છે. તેઓની આ સેવાને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ના કુલપતિ પ્રો.ડૉ.ચેતનભાઈ ત્રિવેદી તથા યુનિ.કોર્ડીનેટર ડૉ.પરાગ દેવાણી દ્વારા પણ બિરદાવવામાં આવેલી છે.આ ઉપરાંત તેઓ ભારતીય રેલવે માં પોરબંદર સ્ટેશન કમિટી માં પણ કાર્યરત છે તદુપરાંત તેઓની કાર્ય નિષ્ઠાને શહેરની સામાજિક સંસ્થાઓ જેવીકે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી, ભારત વિકાસ પરિષદ તથા લાયનસ ક્લબ પોરબંદર દ્વારા પણ બિરદાવવામાં આવેલી છે.શિક્ષણ સાથે સહઅભ્યાસિક પ્રવુતિઓ દ્વારા કોલેજની વિદ્યાર્થિનીઓના વ્યક્તિત્વ ઘડતર માટે સતત પ્રયત્નશીલ તથા અનેક સરકારશ્રીના પ્રકલ્પો જેવા કે સપ્તધારા કે.સી.જી.,આઝાદી અમૃત પર્વ, પાંચ પ્રકલ્પ, જી ૨૦, કોરોના જાગૃતિ અભિયાન, સ્વચ્છતા અભિયાન, મતદાર જાગૃતિ જેવી પ્રવુતીઓમાં કોલેજ નોડલ ઓફિસર તરીકે કુશળતા પૂર્વક જવાબદારીનું વહન કરતા ડૉ.નયન ટાંકનું કોલેજ ટ્રસ્ટ અને પ્રિન્સિપાલ દ્વારા પણ અભિવાદન કરવામાં આવ્યું છે.
આમ અધ્યાપક તરીકે વૈવિધલક્ષી કારકિર્દી ધરાવતા અને એક પ્રભાવી ઉદઘોષક તરીકે અનેક જાહેર કાર્યક્રમોમાં સેવા આપનાર ડૉ.નયન ટાંકના અચલા એજયુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કરાયેલા સન્માનને કોલેજના પ્રિન્સીપાલ ડૉ અનુપમ નાગર તથા સમગ્ર અધ્યાપક મિત્રો અને વિદ્યાર્થિની બહેનો તથા સૌ શિક્ષણ જગત સાથે સંકળાયેલા વિદ્વાન મિત્રોએ શુભકામનાઓ પાઠવી છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!