પોરબંદર જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા આયુષ મેળો યોજાયો

પોષણયુક્ત ખોરાક-યોગ અને સ્વસ્થ રહી શકાય તેવી જીવનશૈલી આજની જરૂરિયાત છે :કલેકટર કે.ડી.લાખાણી

આયુષ મેળામાં સરકારની યોજના અંતર્ગત દર્દીઓને આરોગ્ય લક્ષી જાણકારી અને દવાનું વિતરણ કરાયું

જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમાર અને નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ:જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઠક્કરના માર્ગદર્શનમાં આયુષ મેળાનું આયોજન કરાયું

પોરબંદર તા.૬, આર્યુવેદ ચિકિત્સા પદ્ધતિથી સારવાર અને યોગ સહિતની જીવનશૈલીથી સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાનું સરકારનું અભિયાન છે. પ્રાકૃતિક ખેતી, આર્યુવેદ પદ્ધતિ અને પોષણયુક્ત ખોરાક સાથે વિવિધ આરોગ્ય લક્ષી યોજનાઓનો લાભ આપી લોકોનું જીવન સ્વસ્થ રહે તે માટે વિવિધ કાર્યક્રમો અને જનજાગૃતિ સાથે આયુષ મેળા નું આયોજન કરવામાં આવે છે.

પોરબંદરના ગોકાણી હોલમાં આજે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કલેક્ટર કે.ડી. લાખાણીએ જણાવ્યું હતું કે અત્યારના સમયમાં નાની ઉંમરે પણ હાર્ટ એટેકના બનાવો બને છે. આપણે યોગ્ય જીવનશૈલી અને ખોરાક પદ્ધતિ અપનાવવાની જરૂર છે. તેઓએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત અને યોગ્ય ખોરાક અને જીવનશૈલી અંગે માહિતી આપવા ઉપસ્થિત રહેલા પોરબંદરમાં 85 વર્ષની વયે પણ સ્વસ્થ જીવન શૈલી અને યોગ સાથે તબીબી સેવામાં પ્રવૃત્ત એવા સિનિયર ડો.સુરેશભાઈ ગાંધીનો સંદર્ભ આપીને તેમની પાસેથી પણ પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો.

પોરબંદરના જિલ્લા વિકાસ અધિકારી કે.બી ઠક્કરના માર્ગદર્શનમાં જિલ્લા પંચાયત દ્વારા આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આયુર્વેદ શાખા,જિલ્લા પંચાયત સરકારી આયુર્વેદિક હોસ્પિટલ પોરબંદર દ્વારા આયોજિત આ આયુષ મેળા મેળામાં જિલ્લા પંચાયત નાં પ્રમુખ પરબતભાઇ પરમાર, નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી,નિર્માણ ધામ નાં સ્વામી, ડો જયદીપ શાહ, ડૉ.સંજય મોઢા,તથા અન્ય મહાનુભાવો ની ઉપસ્થિતિ રહી હતી.

આ મેળા માં આયુર્વેદિક તથા હોમિયોપેથી નિશુલ્ક સારવાર આપવામાં આવી હતી .જેમકે પાચનતંત્રના રોગો ,શ્વસનતંત્ર નાં રોગો, ચામડીના રોગો ,સ્ત્રી રોગો સાંધાના રોગો ,જીવન શૈલીજન્ય રોગોની સારવાર કરવામાં આવી હતી. આ ઉપરાંત સાંધાના દુખાવા માટે આયુર્વેદિક તેલ અને દવાઓ ,પગના વાઢીયા માટેના મલમ, આયુર્વેદિક દંતમંજન, ડાયાબિટીસની દવાઓ ,બાળકોના પોષણ માટે આયુર્વેદિક દવાઓ તથા વાળની વિવિધ તકલીફો માટે પણ દવાઓનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

મેળાની વિશેષતા એ હતી કે આયુર્વેદિક નિષ્ણાત દ્વારા કમર, સાંધા, ગોઠણ મણકા અને સ્નાયુના દુખાવામાં તાત્કાલિક રાહત આપતી અગ્નિ કર્મ ચિકિત્સા આપવામાં આવી હતી .જ્યારે યોગ નિષ્ણાંત દ્વારા યોગ માર્ગદર્શન અને લાઈવ ડેમોસ્ટ્રેશન દર્શાવવામાં આવ્યું હતું. આપણા રોજિંદા જીવનમાં દિનચર્યા મુજબ ઋતુચર્યાં ચાર્ટ પ્રમાણે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આહારવિહાર માર્ગેદર્શન આપવામાં આવ્યું હતું. પંચકર્મ લાઈવ ડેમોસ્ટ્રેશન આરોગ્ય સંબંધીત પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આયુર્વેદિક ગ્રંથો પુસ્તકનું પ્રદર્શન તથા રોગ પ્રતિકારક શક્તિ વર્ધક ઉકાળા ની ઔષધી વિતરણ સ્વાસ્થ્ય પીણું જ્યુસ વિતરણ અને આહાર માર્ગદર્શન આપવામાં આપવામાં આવ્યું હતુ.

આ આયુષ મેળા માં અંદાજે 450 થી વધુ વ્યક્તિઓ એ લાભ લીધો હતો.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!