ગોધરામાં નશીલી ચા !! મહાકાળી ટી સેન્ટર પર ફુડ વિભાગ દ્વારા એકાએક તપાસ હાથ ધરાઈ

કારણ જાણી ચા રસિકો પણ ચોકી જશે

ગોધરા-
ગોધરાના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ મહાકાળી ટી સેન્ટર પર પ્રાંત અધિકારી તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ અને એફ એસ એલ ની ટીમો દ્વારા ચા ના નમુના લેવામા આવ્યા હતા. સાથે સાથે અલગ અલગ સેમ્પલો લેવાની પણ કાર્યવાહી હાથ ધરાઈ હતી. તપાસ હાથ ધરવામા આવતા અન્ય ચાની દુકાન ધરાવનારા દુકાનદારોમા પણ ફફડાટ વ્યાપી ગયો હતો.

ગોધરાના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ મહાકાળી ટી સેન્ટર આવેલુ છે.જે ગોધરા શહેરની જાણીતી ચાની દુકાન છે. બસ સ્ટેશન નજીક હોવાથી આ દુકાન પર ચાના રસિકો મોટી સંખ્યામા ચા પીવા આવે છે. મહાકાળી ટી સેન્ટર દ્વારા આપવામાં આવતી ચા માં નશીલી ચીજ ઉમેરવામાં આવતું હોવાની મૌખિક ફરિયાદ કરવામા આવી હતી.આથી પ્રાંત અધિકારી, ફૂડ એન્ડ ડ્રગ્સ અને એફ એસ એલ ની ટીમો દ્વારા ચા ના નમુના મેળવી તપાસ હાથ ઘરાઈ હતી. એફ એસ એલ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચા ના અલગ અલગ સેમ્પલ પણ લેવામા આવ્યા હતા.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!