જિલ્લામાં કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા જિલ્લાતંત્ર દ્વારા વ્યાપક પગલા
પ્રભારી મંત્રી જવાહરભાઈ ચાવડાનુ માર્ગદર્શન: જન પ્રતિનિધિઓ પણ ગ્રામ્ય વિસ્તારમાં સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા
છેલ્લા ત્રણ દિવસમાં ૧૦૧ દર્દી કોરોનાને મહાત આપી સાજા થઇ ઘરે પરત ફર્યા.
પોરબંદર જિલ્લામાં કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા જિલ્લાતંત્ર
દ્વારા વ્યાપક પગલા
પ્રભારી મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડાનુ માર્ગદર્શન: જન પ્રતિનિધિઓ પણ ગ્રામ્ય વિસ્તારમાં સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા
છેલ્લા ત્રણ દિવસમાં ૧૦૧ દર્દી કોરોનાને મહાત આપી સાજા થઇ ઘરે પરત ફર્યા પોરબંદર જિલ્લામાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે જિલ્લાનુ તંત્ર દિવસ રાત કામ કરી રહ્યું છે. આરોગ્ય સ્ટાફની જેમ જ જિલ્લા તંત્રના અધિકારીઓ રેવન્યુ તંત્રના અધિકારીઓ કર્મચારીઓ એક પણ રજા ભોગવ્યા વગર છેલ્લા એક મહિનાથી કોરોના દર્દીઓની સારવાર માટે જુદી જુદી વ્યવસ્થામાં ફરજ બજાવી રહ્યા છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મારુ ગામ કોરોના મુક્ત ગામની દિશામાં સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયતથી માંડીને સ્વરાજ્ય સંસ્થાઓના હોદ્દેદારો અને જનપ્રતિનિધિઓ પણ ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યતંત્ર જિલ્લા તંત્ર સાથે સંકલન સાધી સેવાકીય કામગીરી કરે તે અંગે આપેલા માર્ગદર્શન મુજબ હવે પોરબંદર જિલ્લામાં પણ તંત્રને જનપ્રતિનિધિના સહકારથી આરોગ્ય સેવાઓ અને વધારાની વ્યવસ્થાઓ સુનિશ્ચિત થઇ રહી છે.
પોરબંદર જિલ્લા તંત્રને સૌનો સહકાર મળી રહ્યો છે. પંચાયતના પ્રતિનિધિઓ, ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રી તેમજ સરપંચો અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ કોરોનાની મહામારીમાં સેવાકીય પ્રવૃત્તિ માટે આગળ આવ્યા છે. ધાર્મિક સંસ્થાઓ સંતો મહંતો પણ આરોગ્ય સેવા માટે આગળ આવ્યા છે.
પ્રભારી મંત્રી જવાહરભાઇ ચાવડાએ પોરબંદર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દી વહેલાસર આઇસોલેટ થાય અને જરૂર મુજબની તેમને સારવાર મળી જાય તે માટે માર્ગદર્શન આપ્યું છે. ધારાસભ્યશ્રી બાબુભાઇ બોખીરીયા પણ પોરબંદર વિસ્તારમાં હાલની પરિસ્થિતિમાં તંત્ર સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિમાં યોગદાન આપી રહ્યા છે.
જિલ્લા કલેકટર ડી.એન.મોદી દ્વારા જિલ્લામાં કોરોનાને લગતી સારવાર અંગેની તમામ વ્યવસ્થાઓનું આયોજન, ઓક્સિજન,દવા, બેડ વધારવાની કામગીરી પર પૂરતી દેખરેખ રાખવામાં આવી રહી છે. તેઓના માર્ગદર્શન હેઠળ દર્દીઓ માટે સુવિધા પણ વધારવામાં આવી છે. છેલ્લા બે અઠવાડિયા દરમિયાન જિલ્લામાં પણ કોવીડ સેન્ટર અને બેડ વધારવામાં આવ્યા છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી કે અડવાણીના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં ટેસ્ટિંગ, સારવાર, રસીકરણ નોંધપાત્ર કરવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે તે તમામ માટે જરૂરી વ્યવસ્થાઓ યુદ્ધના ધોરણે થઇ છે. તબીબો અને નર્સિંગ સ્ટાફ પણ દિવસ-રાત દર્દીઓની સેવા કરે છે. જિલ્લા પોલીસ વડાશ્રી રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર દ્વારા રાત્રે કોરાના કરફયુની અમલવારી તેમજ લોકો માસ્ક પહેરે તે માટે જનજાગૃતિ કરવામાં આવી રહી છે.
પોરબંદરની સિવિલ હોસ્પિટલ ઉપરાંત તો કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઈને દર્દીઓ સાજા થઇ રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં ૧૦૧ દર્દી કોરોનાને મહાત આપી સાજા થઇ ઘરે પરત ફર્યા છે.