મુંબઈ ખાતે યોજાયેલી નેશનલ કક્ષાની બોક્સિંગ સ્પર્ધામાં પારસ ચૌહાણે બ્રોન્ઝ મેડલ મેળવ્યો
ગોધરા,
પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના ગોલી ગામના ખેલાડી પારસ ચૌહાણે મહારાષ્ટ્રના મુંબઈ ખાતે યોજાયેલી એક નેશનલ કક્ષાની બોક્સિંગ ચેમ્પિયન શીપમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરીને પંચમહાલ જીલ્લાનું ગૌરવ વધાર્યુ છે.આ યોજાયેલી સ્પર્ધામાં વિદેશના બોડીબિલ્ડર ખેલાડીઓએ પણ ભાગ લીધો હતા. મિક્સ મટીરીયલ આર્ટસ દ્વારા આ બોક્સિંગ ચેમ્પિયન શીપનું આયોજન કરવામા આવ્યુ હતુ.પંચમહાલના આ ખેલાડીએ અગાઉ પણ નેશનલ કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ વિવિધ મેડલો જીતીને પંચમહાલ તેમજ ગુજરાત રાજ્યનુ ગૌરવ વધાર્યુ છે.
મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ ખાતેના બાદ્રાના બોમ્બે એક્ઝીબીશન સેન્ટર ખાતે મિક્સ મટીરીયલ આર્ટસ દ્વારા એક નેશનલ કક્ષાની બોક્સિંગ ચેમ્પિયન શીપનું આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા દેશભરમાંથી બોક્સિંગના ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમા પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના નાનકડા એવા ગોલી ગામના ખેડુતપુત્ર એવા પારસ ચૌહાણે પણ ભાગ લીધો હતો. પારસ ચૌહાણનો બોક્સિંગ મુકાબલો કર્ણાટકના ખેલાડી સાથે હતો.જેમા પારસે તેના હરિફ ખેલાડીને પરાસ્ત કરીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.મેડલ મેળવતા પારસ ચૌહાણને અભિનંદન પાઠવામા આવ્યા હતા. પારસ ચૌહાણને ત્યા અલગ અલગ દેશોમાંથી આવેલા આતંરરાષ્ટ્રીય બોક્સિંગ ખેલાડીઓને મળવાનો પણ મોકો મળ્યો હતો.અત્રે નોધનીય છે કે પારસ ચૌહાણ પંચમહાલ જીલ્લાનો એકમાત્ર બોક્સિંગ ચેમ્પિયન છે કે જેને નેશનલકક્ષાની સ્પર્ધાઓમાં મેડલો અને પ્રમાણપત્ર મેળવ્યા છે. સાથે સાથે તેની ઈચ્છા વિદેશોમાં થતી આવી ચેમ્પિયન શીપમાં ભાગ લેવાની છે. પારસ ચૌહાણની સફળતા પાછળ તેમના પરિવાર તેમજ કોચ મુસા રઈસનો ખુબ મોટો સિંહ ફાળો છે. ફરીએક વાર નેશનલ કક્ષાની ચેમ્પિયનશીપમાં મેડલ મેળવા બદલ પારસ ચૌહાણને પરિવાર,તેના ગામવાસીઓ તેમજ સ્નેહીજનો પંચમહાલ જીલ્લામાંથી રમતગમત પ્રેમીઓ તરફથી શુભકામના પાઠવામા આવી રહી છે.