પોરબંદર: દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે વર્ષ-૨૦૨૩ના પારિતોષિક એનાયત કરાશે
પોરબંદર.તા.૨૪, દિવ્યાંગ ક્ષેત્રે અસરકારક અને ઉત્તમ કાર્ય કરનાર સંસ્થાઓ અને વ્યક્તિઓના કલ્યાણ માટે પોરબંદર જિલ્લા માટે વર્ષ-૨૦૨૩ના પારિતોષિક એનાયત કરવામાં આવશે. વર્ષ-૨૦૨૩ ના નીચે દર્શાવેલ કેટેગરીમાં રાજયકક્ષાના દિવ્યાંગ પારિતોષિકો મેળવવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. (૧) શારીરિક ક્ષતિ ધરાવતી શ્રેષ્ઠ કાર્યક્ષમ વ્યક્તિઓ/ સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ (૨) દિવ્યાંગોને નોકરી રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ તથા (૩) દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતાં પ્લેસમેન્ટ ઓફીસર્સ અરજી કરી શકશે.
દિવ્યાંગ પારિતોષિક માટેની અરજીઓનો નમૂનો વેબસાઇટ www.talimrojgar.gujarat.gov.in ઉપરથી અથવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી પોરબંદર માંથી વિનામૂલ્યે મેળવી શકાશે.
અરજી સાથે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો, છેલ્લા ત્રણ માસની અંદરનું દાક્તરી પ્રમાણપત્ર અને અન્ય સંબંધિત તમામ પ્રમાણપત્રો, ખોડ દર્શાવતા પોસ્ટ કાર્ડ સાઇઝના ફોટા સહિત બિડાણમાં સામેલ રાખવા. નોકરીદાતા તેમજ પ્લેસમેન્ટ ઓફિસરે પણ ફોર્મમાં દર્શાવેલ કોલમ મુજબની પુરેપૂરી વિગતો જણાવી ભરેલા અરજી પત્રકો સાધનિક દસ્તાવેજો સહિત બે નકલમાં રોજગાર વિનિમય કચેરી પોરબંદરને રૂબરૂ અથવા ટપાલ દ્વારા જરૂરી બિડાણો સહિત મળી જાય તે રીતે તારીખ ૩૦/૧૧/૨૦૨૩ સુધીમાં મોકલી આપવા જણાવવામાં આવે છે.
અધુરી વિગત વાળી/ નિયત સમય મર્યાદા બાદની આવેલ અરજી સ્વીકારવામાં આવશે નહીં. આ અંગેની વધુ માહિતી માટે જરૂર જણાય તો જિલ્લા રોજગાર કચેરી પોરબંદર અથવા ફોન નં. ૦૨૮૬ ૨૨૨૨૦૪૧ ઉપર સંપર્ક સાધવા જિલ્લા રોજગાર વિનિમય કચેરીની યાદીમાં જણાવાયું છે.
૦૦૦ ૦૦૦ ૦૦૦