શીલ ગામે દરિયા કિનારે ભાદરવી અમાસે પ્રાચિન ચિભળિયો લોકમેળો યોજાશે
: દરિયા કિનારે કેદાર નાથ મહાદેવ ની ભવ્ય પ્રતિકૃતિ આકર્ષણ નું કેન્દ્ર બનશે :
પોરબંદર :
પોરબંદર – સોમનાથ દરિયાઈ પટ્ટી પર શીલ ગામે ગ્રામ પંચાયત દ્વારા પરંપરાગત શિલના દરિયા કિનારે તા ૧૪/૯/૨૩ ગુરુવારેભાદરવી અમાસના દિવસે એક દિવસીય ચીભડિયા લોકમેળાનું આયોજન કરવામાં આવેલ છે રાખડી વિશર્જન સવારે ૯ થી સાંજ ના ૭ વાગ્યા સુધી કરી શકાશે તેમ ગ્રામ પંચાયત ના સેવાકર્મી સરપંચ જયેશભાઈ ચુડાસમા ની એક યાદી માં જણાવાયુ છે શિક્ષણ વિદ ડો. ઈશ્વર લાલ ભરડા તથા પોરબંદર ના સ્વામિ નારયણ ગુરૂ કુલ ના શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી
એ આં લોક મેળા અંગે માહિતી આપતા જણાવ્યુ હતું કે .પ્રતિવર્ષ આ લોકમેળમાં દૂર દુરથી શિલ સહીત આજબાજૂના વીસ થી ત્રીસ જેટ લા ગામોના લોકો વર્ષો થી પરમ પ રા ગત રીતે આં મેળામાં હાજરી આપે છે. માંગરો ળ માં મુખ્ય ત્રણ મેળાઓ પ્રખ્યાત છે, જેમાં માંગરો ળ નજીકના કામનાથ મહાદેવનો મેળો, રહિજ ગા મ નો અમરે શ્વરનો મેળો અને શીલ
ગામનો દરિયા કિનારે ભાદરવી અમાસે “ચીભડ્યો લોક મેળાનો સમાવેશ થાય છે જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના માધવપુર ઘેડ નજીક આવેલ શીલ ગામના અરબસાગર કિનારે અગાઉના સમયમાં લોકો પ્રથમ તેરસમાં શ્રી કામનાથ મહાદેવ, નો મેળો,ચૌદસમાં રહીજ નો અમરેશ્વર મહાદેવ અને શીલ ખાતે અમાસનો ચીભડ્યો લોકમેળો કરતા .રક્ષાબંધનના દિવસે બંધાયેલી રાખડી અમાસના દિવસે દરિયામાં વિધિવત પધરાવી ધન્યતાની લાગણી અનુભવતા આ લોકો મેળાની આ વર્ષે એ વિશેષતા રહી છે કે શીલ ગૌરક્ષક સેનાં
દ્વારા નિર્મિત શ્રી કેદારનાથ મહાદેવ ની ભવ્ય પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર બનશે “જીવવું “અને “જીવંત “હોવું બંને બાબત વચ્ચે તફાવત છે.; ઘરેડ જિંદગી વચ્ચે આવતા ઉત્સવો મનુષ્યને જીવત રાખે છે. ઉત્સવો જીવનમાં ઉત્સવ ઊર્જા અ ને ઉમંગ ના ઉજણ કામ કરે છે. ભારતીય સંસ્કૃતિની વિશ્ર્વ ભરમાં આગવી ઓળખ પ્રસ્થાપિત કરવામાં આ ઉત્સવ મહત્વનો ભાગ ભજવે છે. ગુજરાતમાં આશરે 1597 મેળા ભરાય છે .પ્રાચીન સમયથી ભારતીય સંસ્કૃતિ કૃષિ પ્રધાન સંસ્કૃતિ હોવાથી પંચાંગ, ઋતું ઓ અ ને ખેતીના કામકાજની જરૂરિયાતો સાથે ઉત્સવો મેળાઓની ઉજવણીનો સમય ઘનિષ્ઠ રીતે તે સંકળાયેલો છે. ચોમાસાની ઋતુમાં શ્રાવણ અને ભાદરવા માસમાં પૂર્ણિમા અને અમાસના દિવસોમાં સૌથી વધુ મેળાઓ યોજાય છે જેમાં શીલ ગામનો અમાસનો ચીભડ્યો લોકમેળો ઐતિહાસિક સામાજિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે. ભાદરવી અમાસ ના દિવસે શીલ ગામ થી ત્રણ કિલોમીટર દૂર આવેલા અરબી સમુદ્ર અને નેત્રાવતી નદીના સંગમ સ્થળે દરિયા કિનારે સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી મંદિરના પરિસરમાં સ્વયંભૂ રંગા રંગ ભાતીગળ લોક મેળો યોજાય છે. આ પંથકમાં અગાઉના સમયમાં ચીભડાનું ઉત્પાદન ખૂબ થતું હતું .અને આ લોકમેળામાં ચીભડાનું વેપાર ખૂબ થતો હતો આથી આ પંથકના લોકો મા “ચિ ભ ડી યો લોક મેળો” પ્રખ્યાત છે પુરાણ પ્રસિદ્ધિ નીલકંઠ વર્ણી ભગવાન સ્વામિનારાયણની સ્મૃતિને યાદ કરાવતો પ્રતિવર્ષ ભાદરવી અમાસે યોજાતો પરંપરાગત રીતે આલોકમેલો સમગ્ર વિસ્તારમાં આગવું અને અનિરુ આકર્ષણ ધરાવે છે. આ ભાતી ગળ લોકમેળામાં ગ્રામ્ય અને શહેરી સંસ્કૃતિનો સમન્વય ની અનેરી ઝલક જોવા મળે છે આ પવિત્ર દિવસે લોકો સમુદ્રમાં સ્નાન કરી રક્ષાબંધનના દિવસે બહેને બાંધેલી ભાઈ ને રક્ષા ને આજ દિવસ વિધિવત સમુદ માં પધરાવવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. સમુદ્ર માં લો કો પવિત્ર સ્નાન કરી ને લોકમેળાના રસ્તામાં આવેલું “ગંગા કુંડ “છે એક લોકવાયકા અનુસાર આ કુંડમાંથી અગાઉના સમયમાં ગંગા પ્રગટ થયા હતા. આથી આ કુંડમાં સ્નાન કરવા માટે ભાવિકોનો ઘસારો રહેતો
હવે કાળ ક્રમે આમાં વોટ આવી છે. આ ચીભડિયા લોકમેળાનું આ પંથકમાંઅ નેરું મૂલ્ય રહ્યું છે .પરા પૂર્વથી યોજાતા આ સ્વયંભૂ લોક મેળામાં અવનવા નાના ચકડોળ, ખાણીપીણીનાસ્ટોલ , નીત નવા રમકડાં . ગૃહ સુશોભન ની સામગ્રી , અવનવી ચીજ ખરીદી કરે છે સમુદ્રમાં સ્નાન કરીને ભગવાનની પ્રસાદી તરીકે ચીભ ડા ખરીદવા ની પરંપરા આજે પણ જળવાઇ છે. આહીર. રબારી .કોળી .કણબી. સહિતની અન્ય કોમાં માં આ લોકમેળાનું વિશિષ્ટ સ્થાન રહેલું છે અગાઉના સમયમાં અશ્વ હરીફાઈ બળદગાડાની (શણગારેલા)ની હરીફાઈઓ યોજાતી હવે ધીરે ધીરે આ સ્પર્ધા લુપ્ત થઈ રહી છે અહીની પ્રજા ખડતલ છે પણ રમત ગમતનું પ્રમાણ બહુ ઓછું છે એક જમાનામાં ગ્રામીણ રમતો રમાતી એ પણ ધીરે ધીરે લુપ્ત થતી ગઈ સમયના બદલાવ સાથે લોકમેળામાં હવે પરિવર્તન આવતું જાય છ. અગાઉના સમયમાં યુવાનો કેડિયું ચોરણી . માથે ફેટ, પગમાં મોજડી, અને પાવો વગાડતા મ હા લતાં, યુવતીઓ કાજલ ઘેરી આંખો, નાક માં નથડી અને લાલ પીળી ચૂંદડી સાથે મેળો માણતી ,યુવક યુવતી હાથ પગમાં ત્રાઝવા તોફવવા એ આ મેળાની વિશેષતા હતી .(આજે આપણે ટેટુ કહીએ છીએ) આ ત્રાજવા રામ-સીતા, રાધાકૃષ્ણ શિવ પાર્વતી ના ચિત્રો અને નામો તોફાવતી અને મેળો માણ તી. સાતમ આઠમ માં ના બનાવેલા સુખડી ગાંઠિયા થેપલા ચણાની દાળના લાડુ લોકો સાથે ભાથા રૂપે સાથે લાવતા હતા. ભૂતકાળમાં આ મેળામાં જુગારની પાટો પર મંડાતી એ વખતે પાટલો મૂકી જુગાર રમાં તો એ જમાનામાં પાઘડી ટોપી પહેરવાનો રિવાજ હતો એટલે આવા જુગાર રમનારાઓ પોતાની પોટલીમાં માથા નીચે રૂપિયા રાખતા હોવાનું કહેવાય છે મેળાની લોક સંસ્કૃતિ ભુસતીજાય છે, આ લોક મેળો ગામઠી સંસ્કૃતિનું દર્શન કરાવતો મેળો છે. જે હવે શહેરીકરણ મેલો બનતો જાય છે સમયના બદલાવ સાથે આ મેળામાં પહેરેલ પહેરવેશ બદલાયા છે વિચારો બદલાયા છે આચારો બદલાયા છે ભૂતકાળમાં મેળાનું બંધારણ સ્વયં રહેતું ભૂતકાળમાં લોકો પોતાની મસ્તી અને મોજ સાથે મેળાની મજા માણતા અને આનંદ કરતા ખેતરમાં કાળી મજૂરી કરી હોય, જેઠ મહિનામાં વાવણી કરી હોય , અષાઢ બરાબર વર્ષો હોય, શ્રાવણની સરવાણીમાં ભીંજાયા હોય અને એ પણ કંઈક નિરાંત કંઈક આનંદ મેળવવાનો જાણવાનો માણવાનો મહાલવાનો જો પ્રસંગ હોય તો આ લોકમેળામાં મળે છે, પહેલા “મેરેજ બ્યુરો” ન હતા. કોર્ટ કચેરીના આટલા ચરણ ન હતા. સંદેશા અને આવા ગમનના સાધનો ન હતા ત્યારે આ લોકમેળામાં સગપણ, વેવિશાળ તથા આખા વર્ષના મહત્વના સામાજિક બનાવો ની વાતો આ મેળામાં જામતી જો આ મે જો આ મેળાનું અસલી પણું ન આપી શકે તો કાંઈ નહીં પણ આ મેળાનું શહેરીકરણ ઘટાડવામાં આવે અને આપણી સંસ્કૃતિની પરંપરા ને સ્વીકારવામાં આવે તો જ આ મેળાનું મહાત્મય જળવાશે નહીંતર આપણી મહામૂલી અમર સંસ્કૃત્તિથી આપણી ભાવિ પેઢી અજાણ રહે છે આનંદ એ વાતનો છે કે ગ્રામ પંચાયત સીલ દ્વારા આ પરંપરા જાળવવાના પ્રયાસો થઈ રહ્યા શીલ ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી જયેશ ભાઈ ચુડાસમા દ્વારા આં લોક મેળા મા પધારવા જાહેર આમંત્રણ પા ઠવવામાં આવેલ છે મોબાઇલ નબર ૮૨૦૦૩૭૧૧૯૪ સંપર્ક સાધી શકાશે