પોરબંદર જિલ્લાની વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને આવરી લેવા તંત્ર કટિબદ્ધ
*સો ટકા સેસ્યુરેશન એ આપણો મૂળ આશય છે: કલેક્ટર કે.ડી.લાખાણી*
૦૦
*યાત્રાને જન સેવાનું માધ્યમ બનાવીએ: જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઠક્કર*
૦૦૦
ભારત સરકારની 17 યોજનાઓમાં અત્યાર સુધી થયેલી કામગીરી ની સમીક્ષા સાથે હજુ પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને લાભો મળે તેવા જન કલ્યાણના મૂળ મંત્ર સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પોરબંદર જિલ્લામાં જન સેવાનું માધ્યમમાં બને તે માટે કલેક્ટર કે.ડી લાખાણી એ જિલ્લાની તમામ કચેરીના વડાઓને યોજના કીય રૂપરેખા સાથે માર્ગદર્શન આપી ગામે ગામ સફળ કાર્યક્રમ થાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું.
કલેકટર લાખાણીએ જણાવ્યું હતું કે જ્યારે રથ ગામમાં આવે ત્યારે ગ્રામજનોને યોજનાકીય માહિતી મળે અને વિવિધ યોજનાઓના લાભોનું 100% સેસ્યુરેશન થાય તેવો મૂળ આશય છે અને તેને આપણે ટીમવર્કથી સાર્થક કરવાનો છે. આ કાર્યક્રમ જન સેવાનો છે અને તેમાં સિવિલ સેવાની બેસ્ટ પ્રેક્ટિસિસ જોડાયેલી છે.
વિકસિત ભારત યાત્રામાં વિવિધ વિભાગોની સક્રિયતા અને તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ કાર્યરત સમિતિ તેનું વિશેષ યોગદાન આપે અને યાત્રાની સાથે સાથે હજુ જેને લાભો આપવાના છે તેવા પાત્રતા ધરાવતા લાભાર્થીઓને શોધીને લાભો આપવામાં આવે અને બેન્કિંગ યોજનાકિય સેવાઓનો લાભ મળે તે જરૂર પડયે કેમ્પો કે સ્ટોલ કરીને જાણકારી આપવામાં આવે તે માટે જણાવ્યું હતું.
કલેકટર કચેરી ખાતે કલેકટરના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં લક્ષિત 17 યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી.
લોકોના જીવન ધોરણને અને જીવનને ગુણાત્મક પરિવર્તન માટે વાહક બનેલી આ યોજનાઓ વિશે સાંભળીને કે જાણકારી મેળવીને બાકી રહી ગયેલ નાગરિક તેનો લાભ મેળવે તો તેને વિકાસની મુખ્ય ધારામાં લાવી શકાય અને આ રીતે તમામ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ લાભ મેળવે તે માટે આયોજન કરવા જણાવ્યું હતું.
જિલ્લામાં સંબંધિત યોજનાના લાભાર્થીઓ અને હજુ વધુને વધુ કઈ રીતે લાભાર્થીઓને લાભો આપી શકાય તે માટે ગ્રાસ રૂટ ઉપર એક અભિયાનના રૂપમાં કામ કરવા જણાવ્યું હતું. પૂર્વ માહિતીના આધારે લક્ષાંકો સિદ્ધ થઈ ગયા હોય તો પણ પછીના સમયથી જોડાયેલા લાભાર્થીઓને આવરી લઈને અધ્યતન યાદી બને અને સ્થળ પર જ લાભો આપવામાં આવે તે અંગે કોઓર્ડીનેશન કરવા સંકલન સમિતિના દરેક સભ્યને જણાવવામાં આવ્યું હતું. હાલ રથ દરરોજ બે ગામને આવરી લે છે અને તે માટે નિયુક્ત કરાયેલા અધિકારીઓ નોડલ ઓફિસરો અને કોઓર્ડીનેટરો સક્રિય કામગીરી કરે તે માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કરે રથયાત્રા દરમિયાન લાભાર્થીઓને લાભો મળે અને સક્સેસ સ્ટોરી બીજા લોકો સુધી પહોંચે અને તેઓ પણ લાભ મેળવવા પ્રેરિત થાય તે માટે કામગીરી કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં અધિક કલેક્ટર મેહુલ જોશી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી રેખાબા સરવૈયા, પ્રાંત અધિકારીઓ અને દરેક કચેરીના વડા ઉપસ્થિત રહ્યા હતા.