પોરબંદર ભાજપ પરિવારનું સ્નેહમિલન યોજાયુ

પોરબંદર ભાજપ પરિવાર આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં વડાપ્રધાનના સેવા અને વિકાસયજ્ઞમાં વધુ ઉર્જા સાથે યોગદાન માટે નીર્ધાર

પોરબંદર ભાજપ પરિવાર દ્વારા નૂતનવર્ષ નિમિતે સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું જેમાં ભાજપના હોદેદારો – કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવવર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી તથા નવા વર્ષમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવા અને વિકાસયજ્ઞમાં વધુ ઉર્જા સાથે યોગદાન માટે નીર્ધાર કર્યો હતો. ભારતીય જનતા પાર્ટી ૮૩- પોરબંદર વિધાનસભા નું નૂતનવર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ ‘ અટલ ભવન ‘, જિલ્લા ભાજપ કાર્યાલય પોરબંદર ખાતે યોજાયો હતો જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા, જીલ્લા મહામંત્રી અશોકભાઈ મોઢા અને ખીમજીભાઈ મોતિવરસ, જીલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઇ પરમાર, પોરબંદર નગરપાલિકા પ્રમુખ ડો ચેતનાબેન તિવારી, તાલુકા પંચાયત લીરીબેન હાથીયાભાઇ ખુંટી,પોરબંદર તાલુકા ભાજપ પ્રમુખ નિર્મલજીભાઇ ઓડેદરા, કુતિયાણા ના પૂર્વ ધારાસભ્ય કરશનભાઇ ઓડેદરા, નગરપાલીકા ઉપપ્રમુખ મનીષભાઇ શીયાળ, પૂર્વ જીલ્લા પ્રમુખ નીલેશભાઇ ઓડેદરા અને રાજશીભાઈ પરમાર, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વિરમભાઇ કારાવદરા,પૂર્વ જીલ્લા મહામંત્રી અરજનભાઇ ભૂતિયા, APMC માં ચેરમેન લખમણભાઇ ઓડેદરા, સીનીયર આગેવાન નાથુબાપા ઠકરાર અને નરેદ્રભાઇ જોશી(દાઢી), જીલ્લા યુવા મોરચા પ્રમુખ લક્કીરાજસિંહ વાળા, જીલ્લા કિશાન મોરચા પ્રમુખ ભીમભાઇ ઓડેદરા, જીલ્લા મહીલા મોરચા પ્રમુખ મીતાબેન થાનકી, જીલ્લા બક્ષીપંચ મોરચા લખમણભાઇ કારાવદરા, વિસ્તરાક આશિષભાઇ અને પ્રદ્યુમનસિંહ રાણા, સક્રિય કાર્યકર્તા અરશીભાઈ ખૂંટી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!