રોટરી ક્લબ અને ઇનરવ્હીલ ક્લબ દ્વારા પોરબંદરમાં ક્ષયના દર્દીઓને પોષણયુક્ત આહાર અક્ષય કીટનું થયું વિતરણ
પોરબંદરમાં ટીબીના દર્દીઓને પૌષ્ટિક કીટનું વિતરણ જીલ્લા ક્ષય કેન્દ્રનાં તબીબો ના માર્ગદર્શન હેઠળ તારીખ 15 ડિસેમ્બર 2023 નાં રોજ કરવામાં આવ્યું હતું. પોરબંદર રોટરી કલબ અને ઇનરવ્હીલ કલબ દ્વારા રૂા. ૧૦૦૦ ની એક એવી 46 પૌષ્ટિક આહારની કીટનું જરૂરિયાતમંદ ટીબીના દર્દીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.
આ અક્ષય કીટ ક્લબના સભ્યો તેમજ રો.મુકેશ ઠક્કરના માતુશ્રી અને અક્ષય પ્રોજેક્ટ ચેર ઇલાબેનના સાસુમા જસુમતીબેન બાબુલાલ ઠક્કરના જન્મદિન નિમિત્તે અક્ષય કીટ વિતરણના લાભાર્થે રૂ.૧૧૦૦૦.૦૦ નું અનુદાન મળેલું છે. જીલ્લા ક્ષય કેન્દ્રમાં નોંધાયેલ ટીબીના દર્દીઓમાંથી જરૂરિયાતમંદ દર્દીઓને આ પૌષ્ટિક આહારની કીટ રોટરી કલબ અને ઈનરવ્હીલ ક્લબ તરફથી જયેશભાઈ પતાણી ના આર્થિક સહયોગથી દર મહિને આપવામાં આવે છે.
છેલ્લા એક વર્ષ દરમિયાન કુલ 598 કીટનું વિતરણ કરવામાં આવ્યું છે, આ દર્દીઓ એવા છે જેમને ડોકટરો દ્વારા સુચવવામાં આવેલ પોષણયુકત આહારનો ખર્ચ તેઓ ઉઠાવી શકતા નથી.
આ પ્રોજેક્ટ જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે બંને કલબના સભ્યોની હાજરીમાં યોજવામાં આવ્યું હતું. રોટરી કલબના આ પ્રોજેક્ટમાં કરિયાણા એસોસિયેશનના પ્રમુખ જયેશભાઈ પોપટ આ કિટનું પેકિંગ પડતર ભાવે જ કરી આપી આ કીટ વિતરણમાં પોતાનું યોગદાન આપે છે.
સંસ્થાઓ દ્વારા આપવામાં આવતી વસ્તુઓનો ઉપયોગ અને ફાયદા અંગે ડૉ.નિષા માખેચા તથા ડીસ્ટીકટ ટીબી ઓફિસર ડો. સીમા પોપટિયા એ વિશેષ માહિતી આપી હતી અને વ્યસન મુકત રહી અને દવા વગેરે સમયસર લઈ રોગ મુક્ત થવા અંગે માર્ગદર્શન આપ્યું.
આ પ્રસંગે રોટરી ક્લબના પ્રમુખ રો.અશ્વિન ચોલેરા દ્વારા પણ દર્દીઓ સાથે ચર્ચા કરીને દર્દીઓને આ કેન્દ્રની મહેનત સફળ બનાવવા સહકાર આપવા અપીલ કરી હતી.અને સેક્રેટરી રો. દિવ્યેશ સોઢા અને રોટરી ડીસ્ટરીકટ ૩૦૬૦ અક્ષય પ્રોજેક્ટ ચેરમેન રો. વિજય મજીઠીયા, પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર રો. જયેશ પત્તાણી, ઇનર વ્હીલ પ્રમુખ સીમા સિંઘવી, સેક્રેટરી દીપાબેન દત્તાણી હાજર રહ્યા હતા.