BSW & MSW ગોઢાણીયા કોલેજ પોરબંદર ખાતે નશાબંધી કાર્યક્રમ યોજાયો

આજરોજ BSW & MSW ગોઢાણીયા કોલેજ પોરબંદર ખાતે નશાબંધી ખાતું તથા એસ.ઓ.જી પોલીસ પોરબંદર દ્રારા નશાબંધીના ધનિષ્ઠ પ્રસાર-પ્રચાર અર્થે નશાબંધી જનજાગૃતી અંતર્ગત કોલેજના વિધાર્થીઓ દ્રારા નશાબંધી વિષયક વક્રૃત્વ/પોસ્ટર મેકીંગ/નાટક/ડોક્યુમેન્ટી ફિલ્મ તેમજ એકપાત્રિય અભિનય જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ
જે અંતર્ગત કાર્યક્રમની શરૂઆત કાર્યક્રમના સંચાલક આરતીબેન થાનકી દ્રારા મહેમાનોનું શબ્દો થી સ્વાગત કરવામાં આવેલ ત્યારબાદ વિધાર્થીઓએ વક્રૃત્વ સ્પર્ધાઓથી પોતાના વિચારો રજુ કર્યા અને પોસ્ટર મેકીંગ સ્પર્ધા યોજવામાં આવેલ હતી, ત્યારબાદ નશો નાશનું મુળ છે તે મુજબની ડોક્યુમેન્ટ્રી/રીલ્સ વિડીયો ક્લીપ બતાવવામાં આવેલ ત્યારબાદ નશાબંધી વિષયક નાટક અને એક પાત્રીય અભિનય જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવેલ.
ત્યારબાદ નશાબંધી ખાતા અધીક્ષક પી.આર ગોહિલએ ગુજરાત રાજ્ય માં નશાબંધી તેમજ પોલીસ ખાતા વિષે માહિતી આપી અને કોલેજ કાળમાં વ્યશન કેવી રીતે પ્રવેશી વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે વિશે માહિતી આપી અને વ્યશનથી થતુ આર્થિક અને સામાજીક કેવી રીતે નુકશાન કરે વિશે માહિતી આપી, અને જણાવ્યુ કે, આજ દિન સુધી કોઇને ગરીબીને કારણે શિક્ષણ છોડતા જોયા પરન્તુ વ્યશન છોડતા નથી જોયા તે ખુબ જ દુખની વાત છે તે સમજણ નો અભાવ છે. જે અભાવ આપ વિધાર્થીઓ ડાયેરક્ટ ફિલ્ડ/ગામડાઓ સાથે જોડાયેલ નોકરી માટે જવાના છો તો જેથી આપની કોલેજમાં આવવાનો મતલબ કે, આપ કોલેજ બાદ આપના ફિલ્ડમાં લોકોને કેવી રીતે વ્યશન છોડાવવા તે બાબતે સવિસ્તૃત માહિતી આપી, અને નશાબંધી વિષે નવા કાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપી ત્યારબાદ વ્યશન છોડવા માંગતા અને તેઓ ફેમેલી,મિત્રો તેમજ આડોશ-પાડોશમાં વધારેમાં વધારે વ્યશન છોડાવે તે માટે વ્યશન મુક્તિ પ્રતિજ્ઞા લેવડાવી ત્યારબાદ શિક્ષણ વિદ્ શ્રી ડો.ભરડાસાહેબશ્રીએ વિધાર્થીઓના ફિલ્ડ દરમ્યાન કેવી રીતે લોકોને વ્યશન છોડવા માટે જાગૃત કરવા તે બાબતે ઉદાહરણો દ્રારા સમજાવ્યા શિક્ષણમાં ઉપયોગી માહિતી આપી ત્યારબાદ કોલેજના ડાયરેક્ટર કારાવદરાભાઈએ જણાવ્યુ કે, નશાબંધી ખાતાના આ કાર્યક્રમ દ્રારા અમારા વિધાર્થીઓને ધણી માહિતી મળી તેમજ તેઓ નશાબંધી ખાતા દ્રારા બતાવ્યા મુજબ ના રસ્તે જ ચાલશે તેઓ વિશ્વાસ આપ્યો અને નશાબંધી ખાતાનો આભાર માન્યો, અંન્તે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિધાર્થીઓે નશાબંધી ખાતા દ્રારા મહાનુભાવોના હસ્તે ઇનામો અને પ્રમાપત્રો વિતરણ કરવામાં આવ્યા અને કાર્યક્રમ સફળ રહેવા પામ્યો.
આ કાર્યક્રમમાં નશાબંધી ખાતાના અધીક્ષક પી.આર ગોહિલ તેમજ એસ.ઓ.જી પોલીસ સ્ટાફગણ તેમજ શિક્ષણવિદ ભરડા તેમજ કોલેજ ડાયરેક્ટર કારાવદરાભાઇ તેમજ તેમજ તેમનો તમામ સ્ટાફગણ હાજર રહ્યો
