પોરબંદર માં સદભા વના સેવા મંડળ દ્વારા શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ નુ ભવ્ય આયોજન

શ્રી ધામ વૃંદાવન ના પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી મધુર કિશોર દાસજીકથાનું રસપાન કરાવશે પોરબંદર :કીડી નુ કીડીયારું, તુલસી કૂન્ડા નુ વિતરણ, બાલ સંસ્કાર પ્રવુતિ, જરૂરિયાત મંદ માટે અનેક વિધ સેવા સાહિતની સામાજિક, આધ્યાત્મિક અને સેવાક્ષેત્રે બેનમૂન પ્રવુતિ માં જિલ્લા માં મોખરા નુ સ્થાન ધરાવતા પોરબંદર શહેરની સદભાવના સેવા મંડળ દ્વારા સેવા કાર્યો ના લાભાર્થે અને પિતૃ મોક્ષર્થે પોરબંદર માં શ્રીમદ ભાગ વત જ્ઞાન યજ્ઞ સપ્તાહ નુ ભવ્ય અને દીવ્ય આયોજન કરવામાં આવેલ છે પોરબંદર વ્રજ વિહાર પટેલ સમાજ છાંયા બિરલા રોડ ખાતે આગામી તા 19 થી 26 મીડિસેમ્બર સુધી આયોજન કરવા માં આવેલ છે જેમાં શ્રી ધામ વૃદાવન ના પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી મધુર કિશોર દાસજી સંગીત મય કથાનું રસ પાન કરાવશે શ્રીમદ્દ ભાગવત કથા નુ રસપાન બપોરે 3-30 થી સાંજે 7-30 કલાક કરાવશે સપ્તાહ દરમિયાન વિવિધ પાવન કારી પ્રસન્ગો માં બપોરે 3-00 કલાકે ગ્લોબલ હોસ્પિટલ પાસે આવેલ શ્રી કષ્ટ ભંજન હનુમાનજી મંદિર થી 51 કળશ ધારી કન્યાઓ ના સથવારે ભવ્ય અને દીવ્ય પોથી યાત્રા નીકળશે તા 19 મંગળવાર સાંજે 4-30 કલાકે ગોકરણ મહાત્મ્ય, તા 20 બુધવાર સાંજે 5-00 કલાકે શુકદેવ પ્રાગટ્ય, તા 21 ગુરુવાર સાંજે 5-30 કલાકે નૃસિંહ અવતાર, તા 22 શુક્રવાર સાંજે 5-00 કલાકે વામન અવતાર અને સાંજે 6-00 કલાકે રામ અવતાર, સાંજે 6-30 કલાકે ક્ર્ષ્ણ અવતાર ( નંદ મહોત્સવ ), તા 23 શનિવાર સાંજે 6-30 કલાકેગોવર્ધન પૂજા, તા 24 રવિવાર સાંજે 6 -00 કલાકે રુક્મણી વિવાહ, તા 25 સોમવારે સાંજે 5-30 કલાકે સુદામા ચરિત્ર અને સાંજે 6-30કલાકે કથા વિરામ સાથે પુર્ણાહુતી થશે કથા દરમિયાન ભક્તિ સભાર કાર્ય ક્રમો તથા સંગીત ના સથવારે તા 21 ગુરુવાર રાત્રે 9-00 કલાકે પોરબંદર ના સુ પ્રસિદ્ધ શ્રી વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ ના મોભી પ્રકાશ ભાઈ રૂપારેલ દ્વારા શ્રી નાથજી ની ઝાંખી પ્રસ્તુત કરાશે તા 20 બુધવાર ના રોજ પોરબંદર હવેલીના પરમ પૂજ્ય ગો. 108 જય વલ્લભ લાલજી મહોદય પધારી આશીર્વચનો પાઠવશે સપ્તાહ દરમિયાન ભોજન પ્રસાદી નુ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે દાતા સ્વ નાથા ભાઈ થાનકી, બિપિન ભાઈ મોઢા રજવાડી ડેરી સહીત દાતાઓ નો ઉમદા સહયોગ મળ્યો છે સદગુરુ મોહન રામ બાપા ની જય ઘોષ સાથે પ્રદીપ ભાઈ ત્રિભોવન દાસ થાનકી પરિવાર દ્વારા મુખ પોથી યજમાન તથા અન્ય પોથી યજમાનો નો સહયોગ મળ્યો છે સમગ્ર કથાનું ઇન્ટરનેશનલ સ્ટેજ સંચાલક પ્રકાશ ભાઈ રૂપારેલ સંભાળ શે સપ્તાહ ના સાત દિવસ માટે રોજના 500 રૂપિયા લેખે જય ખોડિયાર ટ્રેડર્સ અને શ્રી વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ દ્વારા 3500 રૂપિયા ગૌ સેવા માં અર્પણ કરશે સદ ભાવ સેવા મંડળ ના સેવા કર્મી પ્રકાશ ભાઈ રૂપારેલ, પ્રવીણ ભાઈ દાવડા, ઉત્સવ ભાઈ રૂપારેલ, કમલેશભાઈ રૂપારેલ સોની કમલેશભાઈ ભાઈ રાણીંગા અને જીગ્નેશ ભાઈ કોટેચા દ્વારા નિમંત્રણ પત્રિકા પાઠવવામાં આવેલ છે કથા શ્રવણ નો લાભ લેવાધર્મ પ્રેમી અને વૈષ્ણવો ને લાભ લેવા અનુરોધ કરાયો છે

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!