“માછલીઓ માંથી બનતી વિવિધ મૂલ્યવર્ધિત માછલીની બનાવટો વિષય પર તાલીમનો શુભારંભ”

તા. ૧૭/૧૨/૨૦૨૩, રવિવાર નાં રોજ પોરબંદર ખાતે સાગર ભુવન હોલમાં શ્રી પોરબંદર સમસ્ત ખારવા સમાજ, શ્રી પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશન અને રિલાયન્સ ફાઉન્ડેશન નાં સંયુક્ત ઉપક્રમે ખારવા સમાજની મહિલાઓ માટે માછલીઓમાંથી બનતી વિવિધ મૂલ્યવર્ધિત માછલીની બનાવટો વિષય પર તાલીમનો શુભારંભ કરવામાં આવેલ હતો, જેમાં પોરબંદર ખારવા સમાજની ૩૫ મહિલાઓને રિલાયન્સ ફાઉન્ડેશન અને કોલેજ ઓફ ફિશરીઝ, કામધેનુ યુનિવર્સિટી વેરાવળનાં ટેકનિકલ એક્સપર્ટ, ફિશ વેલ્યુ એડેડ પ્રોડકટ ડેવલમેન્ટ એકસ્પર્ટ દ્વારા માછલીમાંથી બનતી વિવિધ વાનગીઓ અને મચ્છીનાં અથાણા બનાવવાની તાલીમ આપાઈ હતી.
આ તાલીમ કાર્યક્રમમાં પોરબંદર સમસ્ત ખારવા સમાજનાં વાણોટ પવનભાઈ શિયાળ, પંચ પટેલ-ટ્રસ્ટીઓ, પોરબંદર માચ્છીમાર બોટ એસોસીસેશનનાં પ્રમુખ મુકેશભાઈ પાંજરી અને કમિટી મેમ્બર્સ, પોરબંદર નગરપાલિકાના ઉપપ્રમુખ મનિષભાઈ શિયાળ, આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ ફિશરીઝ અધિકારી તુષાર કોટિયા સાહેબ, કોલેઝ ઓફ ફિશરીઝનાં ડો. જીતેશ સોલંકી, કામધેનુ યુનિવર્સિટીનાં ડો. એચ. વી. પરમાર, વેરાવળ રિલાયન્સ ફાઉન્ડેશનનાં થિમેટિક એકક્ષ્પર્ટ અમિતભાઈ મસાણી દ્વારા શાબ્દિક પ્રવચન આપી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ હતી.
એક દિવસીય તાલીમ કાર્યક્રમમાં રિલાયન્સ ફાઉન્ડેશન અને પોરબંદર ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળની અધ્યક્ષતામાં મહિલા શશક્તિકરણનાં ભાગ રૂપે મહિલાઓ માટે માછલીઓમાંથી બનતી વિવિધ મૂલ્યવર્ધિત માછલીની બનાવટો અંગે તાલીમનો શુભારંભ કરવામાં આવેલ, આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ ફિશરીઝ અધિકારીશ્રી તુષાર કોટિયા સાહેબ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમ યોજવા બદલ શુભેચ્છા પાઠવેલ, જેમાં રિલાયન્સ ફાઉન્ડેશનના થિમેટિક એકક્ષ્પર્ટશ્રી અમિતભાઈ મસાણી એ જણાવેલ કે આજના યુગમાં મહિલાઓને આવી તાલીમમાં ભાગ લઈ એક રોજગાર લક્ષી તક ઊભી કરવાનો પ્રયાસ કરેલ, સાથે સાથે કોલેજ ઓફ ફિશરીઝ, કામધેનુ યુનિવર્સિટી, વેરાવળના ડો. જીતેશ સોલંકી, ડો. એચ. વી પરમાર તાલીમમાં તમામ ટેકનિકલ માહિતી આપેલ, સાથે ડો. જીતેશ સોલંકી અને દુર્ગાબહેન ફોફંડી ફિશ વેલ્યુ એડેડ પ્રોડકટ ડેવલપમેન્ટ એક્સ્પર્ટ એ તાલીમમાં પ્રેક્ટિકલી અલગ-અલગ વાનગીઓ બનાવી તમામ ઉપસ્થિત મહિલાઓને તાલીમ આપી અને આ નવા વ્યવસાયમાં આગળ કઈ રીતે વધી શકાય તેની વિસ્તૃત માહિતી આપેલ હતી.
માછલીઓમાંથી બનતી વિવિધ મૂલ્યવર્ધિત માછલીની બનાવટો જેવી કે ફિશ બોલ, ફિશ કટલેશ અને ફિશનું અથાણું બનાવવાની તાલીમ અંગે એક દિવસીય તાલીમનું આયોજન થકી આ તાલીમ ખરેખર અત્રેના વિસ્તારના બહનો માટે વ્યાવસાયિક દ્રષ્ટિએ ભવિષ્યમાં ફાયદાકારક થશે એમ આશા વ્યક્ત કરી હતી. અને આવતા દિવસોમાં ફરી એક વખત આ રીતે અન્ય ખારવા સમાજની બહેનોને તાલીમ આપવામાં આવશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા પોરબંદર સમસ્ત ખારવા સમાજનાં વાણોટ પવનભાઈ શિયાળ, પંચ પટેલ-ટ્રસ્ટીઓ અને પોરબંદર માચ્છીમાર બોટ એસોસીસેશનનાં પ્રમુખ મુકેશભાઈ પાંજરી અને તેમની ટીમ દ્વારા ખુબજ મહેનત થકી આ કાર્યક્રમ સફળ બનાવેલ હતો.
