નાસતાં ફરતાં આરોપીને પકડી પાડતી કમલાબાગ પોલીસ

નાસતાં ફરતાં આરોપીઓને શોધી કાઢવા માટે જુનાગઢ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજા તથા પોરબંદર શહેરના ઈન્ચાર્જ ડી.વાય.એસ.પી. ઋતુ રાબા નાઓ તરફથી સૂચના થઈ આવેલ હોય જે અનુસંધાને કમલાબાગ પોલીસ સ્ટેશન, પોરબંદરના પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૨૧૮૦૦૯૨૩૦૦૦૪/૨૦૨૩ આઈ.પી.સી.ક-૪૦૯,૪૧૯,૪૨૦,૫૦૪,૫૦૬(૨),૫૦૭,૩૪,૧૨૦(બી) તથા ધ ઈન્ફોર્મેશન ટેકનોલોજી એકટ-૨૦૦૮ ની ક-૬૬(ડી) મુજબના ગુન્હાના કામે નાસતાં ફરતાં આરોપી શૈલેષ મનજીભાઈ વઘાસીયા રહે. સુરત વાળાની ટેકનીકલ તથા હ્યુમન સોર્સ દ્વારા સુરત ખાતે હોવાની સચોટ માહીતી મળતાં કમલાબાગ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ.ચંદુલાલ શ્યામરાવ તમખાને તથા પોલીસ કોન્સ.દેવેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજાને સુરત ખાતે આરોપીની તપાસ અર્થે મોકલતાં આરોપી શૈલેષ વઘાસીયા ઉમરા ગામ, વેલેન્જા સુરત ખાતે તેના રહેણાંક મકાનેથી મળી આવતાં આરોપીને કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીના નામ:-

શૈલેષ મનજીભાઈ વધાસીયા ઉ.વ.૪૬ ધંધો-મજુરીકામ રહે. ૧૦૪, શીવ પાર્ક રેસીડેન્સી, ઉમરા ગામ, વેલેન્જા સુરત મુળ રહે. વીસાવડ ગામ, તા.વીસાવદર જી.જુનાગઢ મો.નં.૯૫૮૬૩ ૪૪૩૯૧

*કામગીરી કરનાર અધિકારી / કર્મચારી-

કમલાબાગ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેકટર વી.પી.પરમાર તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સપેકટર કે.એ.સાવલીયા તથા પોલીસ હેડ કોન્સ. સી.એસ. તમખાને તથા પોલીસ કોન્સ. દેવેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા તથા અરવિંદભાઈ કરશનભાઈ ખરા વિગેરે પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાયેલ હતા.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!