ભોરાસર સીમ શાળા રાણાવાવમાં આગ લાગી !


વર્તમાન સમયમાં ઘણી જગ્યાએ આગના બનાવો બનતા હોય છે અને માલ, મિલકતની સાથે સાથે માનહાની પણ થતી હોય છે. વિવિધ સરકારી કચેરીઓમાં આ અંગેની જાગૃત્ત્તા લાવવા માટે અને કર્મચારીઓ જ્ઞાન કેળવે તે માટે આગના બનાવો અંગે મોકડ્રીલ યોજવામાં આવતી હોય છે. આજ રોજ તા. 19.12.23 ને મંગળવારે પોરબંદરના સોનલ કૃપા ફાયર સેફ્ટી ના સહયોગથી શ્રી ભોરાસર સીમ શાળા રાણાવાવ ખાતે આગની મોકડ્રીલ રાખવામાં આવી હતી. જેમાં વિવિધ પ્રકારની આગ લાગે ત્યારે ક્યા પ્રકારના સાધનોની મદદથી આગ પર કાબૂ મેળવવો એની જાણકારી વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ આપવામાં આવી હતી. ઘન પદાર્થ, પ્રવાસી પદાર્થ, ઈલેક્ટ્રીક શોટ સર્કિટની આગ પર કઈ રીતે કાબૂ મેળવવો એનું વિદ્યાર્થીઓએ જ પ્રત્યક્ષ ડેમોસ્ટ્રેશન કરેલ હતું. આ તકે ફાયર બોલ, ફાયર સ્પ્રે વગેરેની પણ જાણકારી આપવામાં આવેલ હતી. મોકડ્રીલને સફળ બનાવવા શાળાના આચાર્ય લાખાભાઈ ચુંડાવદરા, ચેતન ગઢવી અને શાળાના શિક્ષકોએ જહેમત ઉઠાવેલ હતી.
