જીલ્લા કક્ષાના કલા મહાકુંભ અને બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં શ્રી આદિતપરા શાળાની શ્રેષ્ઠ સિદ્ધિઓ
પોરબંદર જીલ્લા કક્ષાના કલા મહાકુંભ અને બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં શ્રી આદિતપરા શાળાની શ્રેષ્ઠ સિદ્ધિઓ..
પોરબંદર જિલ્લા કક્ષા કલામહાકુંભ અને બાળ પ્રતિભા શોધ સ્પર્ધા નું આયોજન મોહનદાસ કોટેચા તાજાવાલા વાડી ખાતે કરવામા આવ્યુ હતું. જેમાં બાળકોમાં રહેલી સર્જનાત્મકતા તેમજ પ્રતિભાની ઓળખ થાય.
પોરબંદર જિલ્લાની રાણાવાવ તાલુકાની શ્રી આદિતપરા સરકારી પ્રાથમિક શાળામાંથી જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં 13 બાળકો સહભાગી થયા હતા. જેમાં તમામ સ્પર્ધામાં બાળકો એ જ્વલંત સફળતા મેળવી. જેમાં કાવ્ય લેખન સ્પર્ધામાં બાળકોના માર્ગદર્શક શિક્ષક ડો. પ્રજ્ઞાબેન જોષીએ દ્વિતીય ક્રમ મેળવ્યો તેમજ સર્જનાત્મક અભિવ્યકિત સ્પર્ધામાં પ્રથમ. અપરનાથી શ્રુતિ ઉમેશભાઈ અને તૃતીય: સોલંકી અન્વિકા કિશોરભાઈ વિજેતા બની તેમજ લોકવાર્તા સ્પર્ધામાં દ્વિતીય: ધ્રાણા રેખા પોલાભાઈ તથા તૃતીય: મોઠવડિયા ખુશી રાજુભાઈનું સ્થાન રહ્યું, અને દોહા છંદ ચોપાઈ ગાયનમાં તૃતીય ક્રમે નનેરા જાનવી રાજુભાઈની પસંદગી થઈ.
બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં પણ બાળકોએ નંબર મેળવ્યા જેમાં લોકવાર્તામાં પ્રથમ સ્થાને ધ્રાણા રેખા પોલાભાઈ દ્વિતીય સ્થાને મોઢવાડીયા ખુશી રાજુભાઈ તૃતીય સ્થાને પિપરોતર જાગૃતિ નીતેશભાઈ વિજેતા બન્યા તેમજ દોહા છંદ ચોપાઈ ગાયનમાં દ્વિતીય, પિપરોતર ઋત્વી અશોકભાઈ તથા તૃતીય: મારું નિલેશ અરજણભાઈનું સ્થાન રહ્યું તેમજ સર્જનાત્મક અભિવ્યકિતમાં દ્વિતીય સ્થાને કારેણા ક્રિષ્ના દિલીપભાઈ વિજેતા બની. આ બન્ને સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવનાર બે વિદ્યાર્થિની હવે પ્રદેશકક્ષાની સ્પર્ધામાં સહભાગી થશે. આ તમામ સ્પર્ધાના માર્ગદર્શક શિક્ષિકા ડો. પ્રજ્ઞાબેન જોષી તથા તમામ બાળકોનો શાળાના આચાર્ય મનીષભાઈ બરેજાએ આભાર વ્યક્ત કર્યો તથા શાળાનાં તમામ સ્ટાફે વિધાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન તથા શુભેચ્છા પાઠવેલ.
#કલામહાકુંભ…
*કાવ્ય લેખન..
દ્વિતીય: જોષી પ્રજ્ઞાબેન
*સર્જનાત્મક અભિવ્યકિત..
પ્રથમ: અપરનાથી શ્રુતિ ઉમેશભાઈ
તૃતીય: સોલંકી અન્વિકા કિશોરભાઈ
*લોકવાર્તા..
દ્વિતીય: ધ્રાણા રેખા પોલાભાઈ
તૃતીય: મોઠવડિયા ખુશી રાજુભાઈ
*દોહા છંદ ચોપાઈ…
તૃતીય: નનેરા જાનવી રાજુભાઈ
#બાળપ્રતિભા_શોઘ_સ્પર્ધા..
*લોકવાર્તા……..
પ્રથમ: ધ્રાણા રેખા પોલાભાઈ
દ્વિતીય મોઢવાડીયા ખુશી રાજુભાઈ
તૃતીય : પિપરોતર જાગૃતિ નીતેશભાઈ
*દોહા છંદ ચોપાઈ……
દ્વિતીય: પિપરોતર ઋત્વી અશોકભાઈ
તૃતીય: મારું નિલેશ અરજણભાઈ
*સર્જનાત્મક અભિવ્યકિત…
દ્વિતીય : કારેણા ક્રિષ્ના દિલીપભાઈ