અયોધ્યાથી પોરબંદર આવેલ અક્ષત કળશનું સ્વાગત, શોભાયાત્રા તથા પૂજનનું ભવ્ય આયોજન

અયોધ્યામાં આગામી તારીખ:૨૨-૦૧-૨૦૨૪ ના શુભ દિવસે આરાધ્યદેવ ભગવાન *શ્રી રામ લલાનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ* થવાનો છે તે અંતર્ગત આજરોજ તારીખ:૨૩-૧૨-૨૦૨૩ ના શુભ દિવસે
અયોધ્યાથી પોરબંદર આવેલ *અક્ષત કળશનું સ્વાગત, શોભાયાત્રા તથા પૂજનનું* ભવ્ય આયોજન પોરબંદર ના બોખીરા માં આવેલ ચામુંડા માતાજીના મંદિરે બોખીરા સમસ્ત ગામ દ્વારા આયોજિત *૨૪ કલાક અખંડ રામધૂન* નો ભવ્ય કાર્યક્રમ કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો ઊપસ્થિત રહેલાં આ અખંડ ધૂન દરમ્યાન પોરબંદર જિલ્લા નાં ગામડા તેમજ પોરબંદર શહેરથી આવેલ રામભક્તો ને શાસ્ત્રી શ્રી ભાનુપ્રકાશ સ્વામી ના વરદ હસ્તે *અક્ષત કળશ* વિશ્વહિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના મંત્રી શ્રી ભુપતભાઇ ગોવાણી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નાં માનનીય જિલ્લા સંઘચાલક વિનોદભાઈ કોટીયા, સૌરાષ્ટ્ર પ્રાંતના પર્યાવરણ ગતિવિધિ સંયોજક દિલીપભાઈ રાડિયા, સૌરાષ્ટ્ર પ્રાંત સેવાવિભાગ ના હસમુખભાઈ પટેલ,જિલ્લા કાર્યવાહ ભરતભાઇ કારાવદરા તેમજ સાધુ સંતો મહંતો, રામધૂન મંડળો ની ઉપસ્થિતિમાં શાસ્ત્રી ભાનુપ્રકાશ સ્વામી ના વરદ હસ્તે *પુજીત અક્ષત કળશ* પોતાના ગામમાં આવેલ મંદિરમાં લઈ જવા માટે અર્પણ કરવામાં આવેલા.
પોરબંદર નગર નાં 5 ઉપનગર બનાવી દરેક ઉપનગર મા *અક્ષત કળશ* પોરબંદર માં આવેલ જાનકી મઠ ખાતે શ્રી રામ મંદિર પર લાવવા માટે *અક્ષત કળશ શોભાયાત્રા* સુદામા ચોકથી માણેક ચોક ના મુખ્યમાર્ગ પર નીકળેલ ત્યારે રામભક્તો દ્વારા *અક્ષત કળશ શોભાયાત્રા* નું સ્વાગત કરવામાં આવેલ ત્યારબાદ જાનકી મઠ ખાતે નાની બાળાઓ દ્વારા સામૈયું કરવામાં આવેલ તેમજ સમસ્ત હિન્દૂ સમાજ ની નાની બાળાઓની ઉપસ્થિતમાં આગેવાન ભાઈઓ બહેનો તેમજ રામ ભક્તો દ્વારા *અક્ષત કળશ* નું પૂજન કરવામાં આવેલુ.
🚩આ સમસ્ત અક્ષત કળશ શોભાયાત્રા તેમજ પૂજન કાર્યક્રમ ને સફળ બનાવવા *શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અયોધ્યા સમિતિ પોરબંદર* ના કાર્યકર્તા ભાઈઓ-બહેનો એ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!